UGC દ્વારા ગુજરાતની 10 સહિત 157 યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર, લોકપાલની નિમણૂક બાકી
Defaulters Government and Private University List : યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGCએ આજે ગુજરાતની 10 યુનિવર્સિટી સહિત દેશની 157 યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરી છે. કુલ 157માંથી 108 સરકારી યુનિવર્સિટી, 47 પ્રાઈવેટ યુનિવર્સિટી અને બે ડિમ્ડ યુનિવર્સિટી સામેલ છે. આ યુનિવર્સિટીઓએ લોકપાલની નિમણૂક ન કરી હોવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાતની આ 10 યુનિવર્સિટીને પણ જાહેર કરાઈ ડિફોલ્ટર
યુજીસીએ ડિફોલ્ટ જાહેર કરેલી ગુજરાતની 10 યુનિવર્સિટીઓમાં ચાર સરકારી યુનિવર્સિટીનો અને છ પ્રાઈવેટ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. ચાર સરકારીમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરાઈ છે, જ્યારે પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં અનંત નેશનલ યુનિવર્સિટી, ગાંધીનગર યુનિવર્સિટી, ઇન્ડસ યુનિવર્સિટી, કર્ણાવતી યુનિવર્સિટી, સાર્વજનીક યુનિવર્સિટી અને કે.એન.યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
ગુજરાતની આ ચાર સરકારી યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર
ગુજરાતની આ છ પ્રાઈવેટ યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર
સૌથી વધુ મધ્યપ્રદેશની યુનિવર્સિટીઓ ડિફોલ્ટર
યુજીસી યાદી મુજબ સૌથી વધુ મધ્યપ્રદેશની યુનિવર્સિટીઓ ડિફોલ્ટર જાહેર કરાઈ છે. રાજ્યની કુલ 16 યુનિવર્સિટીઓએ લોકપાલની નિમણૂક ન કરી હોવાના કારણે ડિફોલ્ટરમાં મુકાઈ છે. ત્યારબાદ રાજસ્થાનની 14, ઉત્તર પ્રદેશની 12 યુનિવર્સિટીઓ સામે છે. આ યાદીમાં પશ્ચિમ બંગાળની 10 સરકારી યુનિવર્સિટીને પણ ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે.
મધ્યપ્રદેશની આ યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર
મધ્ય પ્રદેશમાં માખનલાલ ચતુર્વેદી નેશનલ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન યુનિવર્સિટી (ભોપાલ), રાજીવ ગાંધી ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (ભોપાલ), જવાહરલાલ નહેરુ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (જબલપુર), મધ્યપ્રદેશ મેડિકલ સાયન્સ યુનિવર્સિટી (જબલપુર), નાનાજી દેશમુખ વેટરનરી યુનિવર્સિટી (જબલપુર), રાજા માનસિંહ તોમર મ્યુઝિક એન્ડ આર્ટસ યુનિવર્સિટી (ગ્વાલિયર) અને રાજમાતા વિજયરાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટી (ગ્વાલિયર)નું ડિફોલ્ટરની યાદીમાં નામ સામેલ કરાયું છે.
લોકપાલની નિમણૂક ન કરાતા કાર્યવાહી
આ યુનિવર્સિટીઓએ યુજીસી દ્વારા નિર્ધારિત નિયમો અને સમયની અંદર તેમના લોકપાલની નિમણૂક કરી નથી. લોકપાલની નિમણૂક ન કરવાને કારણે તેમને ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે.
આ રાજ્યોની આ યુનિવર્સિટી પણ ડિફોલ્ટર
- મધ્યપ્રદેશ - 16
- પશ્ચિમ બંગાળ - 14
- કર્ણાટક - 13
- ઓડિશા - 11
- ઉત્તર પ્રદેશ - 10
- રાજસ્થાન - 07
- મહારાષ્ટ્ર - 07
- છત્તીસગઢ - 05
- ઉત્તરાખંડ - 04
- આંધ્રપ્રદેશ - 04
- ગુજરાતથી - 04
- ઝારખંડ - 04
- તમિલનાડુ - 03
- બિહાર - 03
- મણિપુર - 02
- હરિયાણા - 02
- પંજાબ - 02
- દિલ્હીથી - 01
- જમ્મુ-કાશ્મીર - 01
- કેરળ - 01
- મેઘાલય - 01
- સિક્કિમ - 01
- તેલંગાણા - 01