ગુજરાત સહિત 6 રાજ્યોમાં કોંગ્રેસે કર્યા મોટા ફેરફાર, પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ તરીકે ગીતા પટેલની વરણી
Congress Mahila Morcha : કોંગ્રેસ પાર્ટી દેશભરમાં સંગઠનને મજબૂત કરવા માટે મોટાપાયે પરિવર્તન લાવી રહી છે, ત્યારે કોંગ્રેસે ગુજરાત સહિત 6 રાજ્યોમાં મોટા ફેરફાર કર્યા છે. કોંગ્રેસ અનેક રાજ્ય અને કેન્દ્રમાં પ્રદેશ મહિલાઓ મોર્ચા માટે અધ્યક્ષની ઘોષણા કરી રહ્યા છે. તેવામાં કોંગ્રેસે સારિકા સિંહને રાજસ્થાનના મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા છે. આ ઉપરાંત, ગીતા પટેલ ગુજરાતના અને ડૉ. પ્રતીક્ષા એન. ખલપને ગોવાના મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા છે.
ખડગેની અધ્યક્ષતામાં બોલાવાઈ બેઠક
કોંગ્રેસે જોડિનલિયાને મણિપુર, એન. રહમથુન્નસાને પોંડિચેરી અને જુબેદા બેગમને આંદમાન નિકોબાર મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 19 ફેબ્રુઆરીએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની જનરલ સેક્રેટરીની બેઠકની અધ્યક્ષતામાં પાર્ટીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કહ્યું કે, 'બધા મહાસચિવો અને પ્રભારીઓ તેમના હવાલા હેઠળના રાજ્યોમાં સંગઠન અને ચૂંટણી પરિણામો માટે જવાબદાર રહેશે.'
'વિચારધારા નબળી ધરાવતા લોકો મુશ્કેલીમાં ભાગી જાય છે'
આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સિવાય રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત અનેક મહાસચિવ અને પ્રભારી જોડાયા હતા.ખડગેએ પાર્ટીના પદાધિકારીઓને કહ્યું કે, 'ઘણી વખત પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે અનેક લોકોને ઉતાવળે સામેલ કરવામાં આવે છે, પરંતુ વિચારધારા નબળી ધરાવતા લોકો મુશ્કેલીના સમયે ભાગી જતા હોય છે.'
મહાસચિવ અને પ્રભારી નિયુક્તી
કોંગ્રેસ ગત અઠવાડિયે 2 રાજ્યના મહાસચિવ અને 9 માટે પ્રભારી નિયુક્ત કર્યા. કોંગ્રેસ પોતાના કેટલાક પ્રભારીનું પ્રદર્શન જોયા બાદ તેમાંથી ખરાબ પ્રદર્શન કરનારાને હટાવી દેવામાં આવ્યા. જેમાં કોંગ્રેસે દીપક બાબરિયા, મોહન પ્રકાશ, ભરત સિંહ સોલંકી, રાજીવ શુક્લા, અજય કુમાર અને દેવેન્દ્ર યાદવ સહિત અનેક વરિષ્ઠ નેતાઓને સંગઠનની જવાબદારીમાંથી છૂટા કર્યા. જ્યારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને કર્ણાટકના દિગ્ગજ કોંગ્રેસ નેતા બીકે હરિપ્રસાદને સંગઠનમાં પરત લેવામાં આવ્યા.