ભારતમાં પેપર લીકની કહાની, ગુજરાતથી લઈને યુપી-બિહાર સુધી ચાર મુદ્દામાં સમજો કેવી રીતે થાય છે આ કૌભાંડ
15 રાજ્યોની લગભગ 45 ભરતી પરીક્ષાઓના પેપર લીક થયા
Paper leak: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, આ દરમિયાન દેશમાં સરકારી ભરતીમાં પેપર લીકનો મુદ્દો ચર્ચામાં છે. અહેવાલ અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાસ સહિત 15 રાજ્યોની લગભગ 45 ભરતી પરીક્ષાઓના પેપર લીક થયા છે. આ પેપર લીકની સીધી અસર 1.4 કરોડ ઉમેદવારો પર પડી છે જેઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હતા. પેપર લીકને કારણે ઊંભી થયેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ઘણી સરકારોએ ભરતી પરીક્ષાઓ યોજવાનું બંધ કરી દીધું હતું.
પેપર લીક દેશનો સૌથી મોટો મુદ્દો કેવી રીતે બન્યો?
વર્ષ 2014માં પહેલીવાર ઉત્તર પ્રદેશમાં પેપર લીકના અહેવાલ સામે આવ્યા હતા. ત્યારે ઉત્તર પ્રદેશમાં સીપીએમટીનું પેપર લીક થયું હતું. આ પેપર લીકમાં તત્કાલીન મુખ્યમંત્રી અખિલેશ યાદવ સરકારની ભારે આલોચના થઈ હતી. પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા કેજીએમયુ પર પણ પ્રશ્નો ઉભા થયા હતા. જુલાઈ 2014માં લખનઉમાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની પરીક્ષાનું પેપર લીક થયું હતું. આ કેસની તપાસ યુપી એસટીએફને સોંપવામાં આવી હતી. તેના એક વર્ષ બાદ બિહારમાં બોર્ડની પરીક્ષાનું પેપર લીક થયું હતું. તે સમયે બિહારમાં ભાજપ વિપક્ષમાં હતો અને તેને મોટો મુદ્દો બનાવ્યો હતો. બિહારમાં 2017માં SSCનું પેપર લીક થયું હતું. આ કેસમાં SSCના અધ્યક્ષ સુધીર કુમારની ધરપકડ કરવામાં આવી હતી. ધીમે ધીમે પેપર લીક દેશની મોટી સમસ્યા બની ગઈ. અહેવાલ અનુસાર, દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 41 પેપર લીક થયા હતા. જો 2024ના આંકડા ઉમેરવામાં આવે તો આ સંખ્યા 45 સુધી પહોંચે છે.
દેશના 1.4 કરોડ ઉમેદવારો અસર
અહેવાલ અનુસાર, તમામ પેપર લીક સરકારી નોકરીઓ સાથે સંબંધિત છે. પેપર લીકથી 1.4 કરોડ ઉમેદવારોને સીધી અસર થઈ છે. તમામ સરકારી નોકરીના ઉમેદવારો હતા. છેલ્લા 5 વર્ષમાં 15 રાજ્યો દ્વારા લેવામાં આવેલી પરીક્ષા દ્વારા 1.4 લાખ લોકોને નોકરી મળી શકી હતી, પરંતુ પેપર લીક થવાના કારણે ઉમેદવારોને આ નોકરીઓ મળી શકી નથી.
પેપર લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી
રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ પેપર લીક રાજકીય મુદ્દો બન્યો હતો. 2023ની ચૂંટણી પહેલા રાજસ્થાનમાં એક રેલી દરમિયાન ખુદ વડાપ્રધાન મોદીએ પેપર લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. ઝારખંડ અને રાજસ્થાન સરકારોએ પણ પેપર લીક મામલે વિધાનસભામાં કાયદો પસાર કર્યો હતો. તાજેતરમાં કેન્દ્ર સરકારે પેપર લીક પર કાયદો પણ બનાવ્યો છે. જેમાં ગુનેગારોને દસ વર્ષની જેલ અને રૂ. એક કરોડના દંડની જોગવાઈ છે.
ચાર મુદ્દામાં સમજો કેવી રીતે થાય પેપર લીક કૌભાંડ
બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પેપર લીક અંગે થયેલા ઘટસ્ફોટના આધારે ચાર મુદ્દામાં સમજો પેપર લીક કૌભાંડ કેવી રીતે આચરવામાં આવે છે.
•ગેંગનું પહેલુ લક્ષ્ય ભરતી બોર્ડમાંથી પેપર ક્લિયર કરવાનો
ગેંગના સભ્યોનો પહેલુ લક્ષ્ય સમય પહેલા પેપર ક્લિયર કરવાનો હોય છે, આ માટે ગેંગના સભ્યો બોર્ડના લોકોનો સંપર્ક કરે છે. રાજસ્થાનમાં પેપર લીકની તપાસ કરી રહેલી એસઓજીએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે પેપર લીકની ઘટના એટલા માટે બની હતી કારણ કે તેમાં બોર્ડના સભ્યો સામેલ હતા. એસઓજીએ 2023માં રાજસ્થાન ભરતી બોર્ડના સભ્ય બાબુલાલ કટારાની ધરપકડ કરી હતી. કટારાએ પૂછપરછ દરમિયાન ઘટસ્ફોટના કર્યો હતો કે તેણે પરીક્ષાના બે મહિના પહેલા ગેંગના સભ્યોને પ્રશ્નપત્રો આપ્યા હતા. પેપર લીક ગેંગે કટારાનો સંપર્ક કર્યો હતો. મામલો થાળે પડ્યા બાદ ગેંગના સભ્યોએ કટારાને એક કરોડ રૂપિયા પણ આપ્યા હતા. આવી જ ઘટના ઝારખંડમાં પણ સામે આવી હતી. જ્યાં સરકાર દ્વારા પરીક્ષા લેવા માટે અધિકૃત કરાયેલી કંપનીના માલિકે પેપર ગેંગને વેચ્યા હતા.
•લીક કરેલા પેપર કોને વેચવા
પેપર લીક કરના ગેંગનું બીજુ લક્ષ્ય આ પેપર કોને વેચવાનું હોય છે. ગ્રાહકો શોધવા માટે ગેંગના સભ્યો એક સાથે અનેક શહેરોમાં સક્રિય બને છે. ઘણાં રાજ્યોની તપાસ એજન્સીઓ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા ઘટસ્ફોટના અનુસાર, ગેંગ પેપર વેચવા માટે કોચિંગ સંસ્થાઓનો સંપર્ક કરે છે.
કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના માલિકો પેપર ખરીદે છે
પેપર લીક વેચવાના આરોપમાં બિહાર, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાંથી ઘણાં કોચિંગ માલિકોની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં રાજસ્થાનમાં એસઆઈ ભરતી કેસમાં જે પેપર લીક થયા હતા, તેમાં 14 કોચિંગ માલિકો પણ તપાસ એજન્સીના રડારમાં હતા.
•પેપર લીકમાં હવાલાથી પૈસા મોકલાઈ છે
પેપર લીક ગેંગના લોકો પૈસાની લેવડદેવડમાં પણ ઘણી સાવચેતી રાખે છે. સમગ્ર પૈસાની લેવડદેવડ હવાલા દ્વારા થાય છે. અહેવાલ અનુસાર, બિહારમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાનું પેપર ઓક્ટોબર 2023માં લીક થયું હતું, સમગ્ર પૈસાની લેવડદેવડ હવાલા દ્વારા કરવામાં આવી હતી. તપાસ એજન્સી EOUને પણ આ સંદર્ભમાં ઘણાં પુરાવા મળ્યા હતા.
•જેલમાંથી છૂટ્યા પછી માસ્ટર માઇન્ડ ફરીથી શરૂ કરે છે
પેપર લીક મામલે અત્યાર સુધીમાં પકડાયેલા મોટાભાગના માસ્ટર માઈન્ડ જે મુન્નાભાઈ માટે કામ કરી ચૂક્યા છે. રાજસ્થાનના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ભરતી પરીક્ષાના માસ્ટર માઈન્ડ જગદીશ બિશ્નોઈની ધરપકડ કરી છે. વર્ષ 2010 પહેલા જગદીશ બિશ્નોઈ અન્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષા આપતો હતો. 2010 પછી જ્યારે આ મામલે કડક કાર્યવાહી બાદ પેપર લીક કરવા લાગ્યો હતો. રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર જગદીશે જેલમાંથી આવ્યા બાદ ફરી આ કામ શરૂ કર્યું હતું.
બિહાર પબ્લિક સર્વિસ કમિશન પેપર લીકનો માસ્ટર માઈન્ડ આનંદ ગૌરવ ઉર્ફે પિન્ટુ યાદવ છે. મુંગેરનો રહેવાસી પિન્ટુ હાલમાં જેલમાં છે અને તેના પર 2022ની બીપીએસસી પરીક્ષાનું પેપર લીક કરવાનો આરોપ છે. પિન્ટુ 2018માં પેપર લીક કેસમાં જેલમાં પણ ગયો હતો, પરંતુ બહાર આવ્યા બાદ તેણે ફરીથી આ કામ શરૂ કર્યું હતું.