રાહુલ ગાંધીની ભવિષ્યવાણી સાચી ઠરશે! ટૂંક સમયમાં ED આ મામલે પૂછપરછ માટે બોલાવવાની તૈયારીમાં
Rahul Gandhi: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ટૂંક સમયમાં જ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને પૂછપરછ માટે સમન્સ પાઠવી શકે છે. જો કે આ મામલે હજુ સત્તાવારરીતે કઈ જાણવા નથી મળતું. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગની તપાસમાં કેન્દ્રીય તપાસ એજન્સી રાહુલને પૂછપરછ માટે બોલાવી શકે છે. જો કે એજન્સીએ જૂન 2022માં કોંગ્રેસના સાંસદની પણ પૂછપરછ કરી છે.
રાહુલ ગાંધીને ટૂંક સમયમાં સમન્સ પાઠવી શકે
સૂત્રો મુજબ ED ગેરરીતિઓની તપાસને લઈને કોઈ નિષ્કર્ષ માટે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ તપાસ પૂરી કરવાની તૈયારી કરી રહી છે, આથી જ રાહુલ ગાંધીને ફરી પૂછપરછ માટે બોલાવી શકે છે. જો કે ED પહેલાથી જ 751 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે.
તપાસ પૂર્ણ થાય તો કેસ જલ્દી ટ્રાયલમાં જાય
EDના એક અધિકારીનું કહેવું છે કે, 'અમે AJL તપાસ પૂર્ણ કરીને ફરિયાદ દાખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેથી કેસ ટ્રાયલમાં જાય. આથી રાહુલ ગાંધી સહિત આ સાથે જોડાયેલા તમામ લોકોને જલ્દી બોલાવવામાં આવી શકે છે.' જો કે આ બાબતે સોનિયા ગાંધીને પણ સમન્સ પાઠવવામાં આવે કે નહિ તે હજુ જાણવા નથી મળ્યું.
આ પહેલા પણ 2022માં 40 કલાક પૂછપરછ થઈ હતી
જૂન 2022માં પણ ED દ્વારા ચાર રાઉન્ડની પૂછપરછમાં રાહુલ ગાંધીની લગભગ 40 કલાક પૂછપરછ થઈ હતી. તેમજ ત્યારે સોનિયા ગાંધીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે રાહુલ ગાંધીએ એ થોડા દિવસો પહેલા તેમના સામે ફરી EDના દરોડા પડી શકે છે એવી આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ ત્યારે ક્યાં કેસમાં કાર્યવાહી થશે એવું જણાવવામાં આવ્યું ન હતું.
Apparently, 2 in 1 didn’t like my Chakravyuh speech. ED ‘insiders’ tell me a raid is being planned.
— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2024
Waiting with open arms @dir_ed…..Chai and biscuits on me.
આ પણ વાંચો: સેબીની સંડોવણીથી રોકાણકારોમાં સન્નાટો : જેપીસી તપાસની માગ
કંપનીના નાણાકીય વ્યવહારો મોતીલાલ વોરા જોતા
અગાઉની પૂછપરછ દરમિયાન, સોનિયા અને રાહુલે ED અધિકારીઓને કહ્યું હતું કે યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ એક બિન-લાભકારી કંપની છે અને નેશનલ હેરાલ્ડની પેરેન્ટ કંપની AJL (જે 2010માં યંગ ઈન્ડિયન દ્વારા ખરીદવામાં આવી હતી) ના તમામ નાણાકીય વ્યવહારો મોતીલાલ વોરા જોતા હતા.