યુરોપમાં તબાહી મચાવનાર કોરોનાનો નવો વેરિએન્ટ કેટલો ખતરનાક, શું ભારતમાં પણ વધશે જોખમ?
COVID-19 XEC Variant: કોરોના વાયરસનો કહેર ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. એક પછી એક સામે આવી રહેલાં વેરિઅન્ટે લોકોની ચિંતા વધારી દીધી છે. એક નવો વેરિઅન્ટ હવે યુરોપમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. પહેલીવાર જૂન 2024 માં તે જર્મનીમાં મળ્યો હતો, જે અત્યાર સુધી 13 થી વધારે દેશોમાં પહોંચી ગયો છે.
નવા સ્ટ્રેન ઓમિક્રોનના બે સબ-વેરિઅન્ટ્સ KS.1.1 અને KP.3.3 નું મિક્સ રૂપ જણાવવામાં આવી રહ્યું છે. KS.1.1 જ FliRT વેરિઅન્ટ છે, જે દુનિયામાં કોવિડના વધતા કેસ માટે જવાબદાર માનવામાં આવ્યો છે. એવામાં ચાલો જાણીએ કે, કોરોનાનો નવો વેરિઅન્ટ કેટલો ખતરનાક છે અને તેનાથી બચવા શું સાવધાની રાખવી જોઈએ.
કોરોના XEC વેરિઅન્ટ શું છે?
XEC વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટના બે સબ-વેરિઅન્ટ્સ KS.1.1 અને KP.3.3 નું મિક્સ સ્વરૂપ જણાવાઈ રહ્યું છે. બંને સબ-વેરિઅન્ટ પહેલાંથી જ દુનિયાની ચિંતાનું કારણ બન્યાં છે, પરંતુ બંનેના મળવાથી એક નવા વેરિએન્ટનો જન્મ સંક્રામક અને ખતરનાક સાબિત થઈ શકે છે.
કેટલa ખતરનાક છે કોવિડ XEC વેરિઅન્ટ?
XEC વેરિઅન્ટ કેટલો ખતરનાક છે, તે હજું સુધી કોઈ સ્પષ્ટ રીતે જણાવી નથી શક્યાં. પરંતુ, વૈજ્ઞાનિકો તેને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. તે વધારે સંક્રામક થવાની આશંકા છે. જો આવું થયું તો તે ઝડપથી ફેલાઈ શકે છે. આ સિવાય તેને લઈને કોઈ જાણકારી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તે ઝડપથી ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.
શું સાવચેતી રાખવી?
XEC વેરિઅન્ટને લઈને નિષ્ણાંતોનું કહેવું છે કે, લોકોએ રસીકરણ પર ધ્યાન આપવું જોઈએ. રસીકરણ તેનાથી બચવા માટે એકમાત્ર રીત છે. આ સિવાય પહેલાં જેમ કોવિડથી સાવચેતી રાખતાં, તે રીતે જ ભીડમાં માસ્ક પહેરો, યોગ્ય અંતર જાળવો, સાફ-સફાઈનું ધ્યાન રાખવાથી વાયરસને વધતા અટકાવી શકાય છે.
આ પણ વાંચોઃ Superbugs: દુનિયાભરમાં હવે આ નવી બીમારીનો ખતરો, 2050 સુધીમાં ચાર કરોડ મોતનો ખતરો
શું છે કોરોનાનો XEC વેરિઅન્ટ?
- આ વેરિઅન્ટ ઓમિક્રોન સાથે જોડાયેલો છે અને યુરોપ, ઉત્તર અમેરિકા અને એશિયાના ઘણાં દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
- નિષ્ણાંતોનું કહેવું છે કે, XEC સાથે અમુક નવા મ્યૂટેશન આવે છે, જે આ સિઝનમાં ફેલાઈ શકે છે. જોકે, રસીકરણથી તેને રોકી શકાય છે.
- નવા વેરિઅન્ટના લક્ષણ તાવ અને ઇન્ફ્લુએન્ઝા જેવી સામાન્ય બીમારીઓ થઈ શકે છે.
- આ વાયરસના એટેકથી લોકો એક-બે અઠવાડિયામાં ઠીક થઈ શકે છે. અમુક લોકોને રિકવર થવામાં સમય લાગી શકે છે અને હોસ્પિટલ પણ જવું પડી શકે છે.
- યુકે NHS (National Health Service) નું કહેવું છે કે, નવું વેરિઅન્ટ ફ્લુ જેવા લક્ષણો પેદા કરી શકે છે. તેમાં તાવ, ઠંડી ચડવી, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, થાક, શરીર દુખવું, ભૂખ ઓછી લાગવી વગેરેનો સમાવેશ થાય છે.