આ 4 કારણો શોધી કાઢશેCBI, 1000 નામ અને નંબર ખોલશે પેપર લીકના રહસ્ય

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
આ 4 કારણો શોધી કાઢશેCBI, 1000 નામ અને નંબર ખોલશે પેપર લીકના રહસ્ય 1 - image


NEET-NET Paper Leak:   નીટ પેપર લીકના કેસમાં સીબીઆઇની એક ટીમ પટના અને એક ટીમ ગોધરા પહોંચી ચૂકી છે અને ટૂંક સમયમાં કેસના આઇઓ તપાસ અધિકારી સાથે મળીને કેસની ડિટેલ્સ લેશે. NEET અને UGC NET પેપર લીક કેસમાં સીબીઆઇ આ ચાર કારણોને શોધી કાઢશે, જાણો કોણ કોણ....? 

સીબીઆઇએ શિક્ષણ મંત્રાલયની ફરિયાદના આધારે નીટ એક્ઝામ પેપર લીક કેસને લઇને  IPC ની કલમ 420 (છેતરપિંડી) 406  અને 120B (ગુનાહિત કાવતરું) ના અંતગર્ત એફઆઇઆર દાખલ કરી છે. સીબીઆઇએ એ ક નવો કેસ દાખલ કર્યો છે. સીબીઆઇ બિહાર પોલીસ પાસે તેમના કેસનો તપાસ પણ માંગશે.  જેથી અત્યાર સુધી થયેલી તેમની તપાસના આધારે સમગ્ર કેસને સમજી શકાય. 

સીબીઆઇની એક ટીમ પટના અને એક ટીમ ગોધરા પહોંચી ચૂકી છે. આ મામલે અત્યાર સુધીમાં 25 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બિહારથી 13, ઝારખંડથી 5, ગોધરાથી 5 અને લાતુરથી 2 આરોપી ઝડપાયા છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓ પર CBIએ કબજો લઈ લીધો છે.

સીબીઆઇ સૂત્રોના અનુસાર સીબીઆઇની તપાસ સમગ્ર તપાસ ચાર તબક્કા વચ્ચેની તે ભૂલોને શોધવાની છે જેમાં એક્ઝામને પેપરને બનાવવા, તેની પ્રિંટીગ, તેને દેશના અલગ અલગ ભાગમાં મોકલવા ટ્રાંસપોર્ટેશન અને એક્ઝામિનેશન સેન્ટરમાં પેપરને વહેચવાની પ્રક્રિયાની વચ્ચે વચ્ચેના ગેપનો ફાયદો ઉઠાવીને પેપર લીક કરનારાઓને શોધવાના છે.  સીબીઆઇ સૂત્રોના અનુસાર NTA દ્વારા બનાવવામાં આવેલી આ સમગ્ર પ્રક્રિયાને એકદમ ગોપનીય રાખવાની જોગવાઇ છે તેમછતાં તેના કયા તબક્કામાં ખામી શોધીને લોકો દ્વારા જાણીજોઇને પેપર લીક કરાવ્યું તેને શોધી કાઢવું સીબીઆઇની સૌથી મોટી પ્રાથમિકતા છે. 

CBI ના રડાર પર છે NTA ના અધિકારી

પશ્નપત્ર તૈયાર કરનાર, તે પેપરની પ્રિંટીંગ કરાવનાર, પ્રિંટીગ કરનાર, પેપરને દેશન અલગ અલગ રાજ્યો સુધી પહોંચાડવા અને પરીક્ષા સુધી તેને સુરક્ષિત સ્ટોર રાખનાર સહિત એવા ઘણા લોકો છે, જેની પાસે એક્ઝામના થોડા કલાકો પહેલાં સુધી પેપર સુરક્ષિત રાખવાની જવાબદારી હોય છે. સીબીઆઇ આ સમગ્ર ચેનની તે લીકેજને શોધી કાઢવાનો પ્રયત્ન કરશે. 

CBI માટે 1000 નામ અને નંબર ખોલશે રાજ

નીટ અને યૂજીસી નેટ પેપર લીક કેસની તપાસમાં જોડાયેલી સીબીઆઇ માટે તેમની પાસે હાજર 1000  નામ અને નંબરોનો તે ડેટા કોઇ સંજીવનીથી કમ નથી, જે સીબીઆઇએ વ્યાપમ સહિત પેપર લીકના ડઝનો કેસની તપાસ દરમિયાન બનાવ્યો હતો. સીબીઆઇ આ 1000 નામ અને નંબરોના ડેટાની મદદ લઇ રહ્યો છે જેથી અત્યાર સુધીની તપાસમાં સામે આવેલા નામ અને તેમના મોબાઇલ નંબરોને ડેટા બેસમાં નાખીને પેપર લીક કરનાર નેક્સસ અને મોડ્યૂલ વિશે જાણકારી મેળવી શકે. 

CFSL નિકાળશે મોબાઇલ ફોનની છુપાયેલા રાજ

સીબીઆઇએ યૂજીસી નેટ મામલે એફઆઇઆર દાખલ કર્યા બાદ અત્યાર સુધી 8 મોબાઇલ ફોન તપાસ માટે સેંટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે CFSL માં મોકલ્યા છે, જ્યાં ફોરેન્સિક એક્સપર્ટ આ મોબાઇલ ફોનના તે તમામ ડેટા અથવા ડિલીટ કરેલા ડેટાને રિટ્રીવ કરી શકાય જેના દ્વારા  નીટ પેપર લીક મામલે પુરાવા મળી શકે. 


Google NewsGoogle News