Get The App

આજે ગુજરાતની ત્રણ સહિત 50 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પૂણે ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરાઈ

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
આજે ગુજરાતની ત્રણ સહિત 50 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પૂણે ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરાઈ 1 - image


More Than 350 Flights Hoax Bomb Threat : દેશમાં છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઈટ, હોટલ સહિતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. જેમાં છેલ્લા 14 દિવસમાં ભારતીય કેરિયર્સ દ્વારા સંચાલિત 350થી વધુ ફ્લાઈટ્સને હોક્સ બોમ્બની ધમકીઓ મળી છે, જેમાંથી મોટાભાગની ધમકી સોશિયલ મીડિયા થકી મળી.

50 ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મળતી માહિતી પ્રમાણે, ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત ઓછામાં ઓછી 50 ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. જેમાંથી ધમકીને પગલે બે ફ્લાઈટ્સને રવિવારે (27 ઑક્ટોબર) ડાયવર્ટ કરવામાં આવી હતી. ઈન્ડિગોને 18 ફ્લાઈટ્સ અને વિસ્તારાને 17 ફ્લાઈટ્સને ધમકીઓ મળી હતી. અકાસા એરએ રવિવારે (27 ઑક્ટોબર) જણાવ્યું હતું કે, તેની 15 ફ્લાઇટ્સને સુરક્ષા ચેતવણીઓ મળી છે અને સંપૂર્ણ તપાસ કર્યા પછી, તમામ એરક્રાફ્ટને ઓપરેશન માટે છોડી દેવામાં આવ્યા છે. 

અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ ધમકીને પગલે ઈન્ડિગોની ઓછામાં ઓછી બે ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાં પૂણે-જોધપુરની ફ્લાઇટને અમદાવાદ તરફ અને કોઝિકોડ-દમ્મામની ફ્લાઇટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. 

આ પણ વાંચો : VIDEO: મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, ટ્રેનના એન્જિનમાં આગ લાગતા અફરાતફરી, જીવ બચાવા મુસાફરોએ ટ્રેનમાંથી કૂદ્યા

ઈન્ડિગોના સ્ટેટમેન્ટ અનુસાર, ગોવા-અમદાવાદ, અમૃતસર-અમદાવાદ, બેંગલુરુ-ઝારસુગુડા, કોલકાતા-પુણે, જેદ્દાહ-મુંબઈ, દિલ્હી-ઈસ્તાંબુલને ધમકી આપવામાં આવી. આ ઉપરાંત, હૈદરાબાદ-બાગડોગરા, દિલ્હી-બેંગલુરુ, બેંગલુરુ-દિલ્હી, રાયપુર-હૈદરાબાદ, મુંબઈ-કોલકાતા, અમદાવાદ-લખનૌ, સહિતની ફ્લાઈટ્સને ધમકી મળી છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ શું કહ્યું?

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ રવિવારે જણાવ્યું હતું કે, આ નકલી ધમકીઓને રોકવા માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ, ઇન્ટેલિજન્સ બ્યુરોનો ટેકો લેવા ઉપરાંત, કેન્દ્ર સરકાર બે નાગરિક ઉડ્ડયન કાયદામાં પણ સુધારો કરવાની વિચારણા કરી રહી છે. ફ્લાઈટ્સને હોક્સ બોમ્બની ધમકીને લઈને આઈટી મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જવાબદારીઓનું પાલન કરવા સહિત આઈટી નિયમો હેઠળ કડક કાર્યવાહી કરવા જણાવ્યું.

આ પણ વાંચો : હવે તો હદ થઈ! રાજકોટ બાદ સુરતની 7 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ, પોલીસે તપાસ હાથ ધરી

સુરતની 7 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દેશમાં અનેક જગ્યાએ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો સિલસિલો યથાવત છે. જોકે, હવે આ ધમકીમાં એરપોર્ટની સાથે-સાથે હોટલોનો પણ સમાવેશ થઈ ચુક્યો છે. શનિવારે (26 ઓક્ટોબર) રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી બાદ આજે (27 ઓક્ટોબર) સુરતના ડુમસ રોડ પર આવેલી લે મેરિડીયન સહિતની 7 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મેઇલ દ્વારા હોટલને આ ધમકી આપવામાં આવી હતી. જેમાં 55 હજાર ડોલર (46 લાખ)ની  માગ સાથે ધમકીભર્યો મેઇલ કરાયો હતો. જેમાંથી એક હોટલમાં સિનિયર સુપર વુમન ક્રિકેટ લીગની મહિલા ક્રિકેટરો પણ રોકાઈ છે. 


Google NewsGoogle News