જે રાજ્યમાં ભાજપ એકેય બેઠક ન જીતી શક્યું, ત્યાં રૂપાણીને સોંપી મોટી જવાબદારી
BJP Makes Incharge Of 23 States : ભાજપે હરિયાણા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને ઓડિશા સહિત 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રભારી અને સહ-પ્રભારી જાહેર કર્યા છે. ભાજપ પંજાબમાં લોકસભા ચૂંટણીમાં 10માંથી એકેય બેઠક જીતી શકી નથી. ત્યારે પાર્ટીએ આ રાજ્યમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani, Former CM of Gujarat)ને પ્રભારી બનાવ્યા છે. અન્ય નેતાઓની વાત કરીએ તો, તાજેતરમાં જ સાંસદ બનેલા સંબિત પાત્રાને ઉત્તરપૂર્વના સંયોજક બનાવાયા છે. જ્યારે બિહારમાં વિનોદ તાવડેને પ્રભારી અને સાંસદ દીપક પ્રકાશને સહ-પ્રભારી નિમ્યાં છે.
આ પણ વાંચો : ચૂંટણીમાં ઝટકા બાદ ભાજપનું ડેમેજ કંટ્રોલ: સરકારથી લઈ સંગઠનમાં થશે મોટા ફેરફાર
આ રાજ્યોમાં પણ પ્રભારી અને સહ-પ્રભારીની નિમણૂક
ભાજપે અરૂણાચલ પ્રદેશમાં ધારાસભ્ય અશોક સિંઘલને, અંદામાન નિકોબાલમાં રઘુનાથ કુલકર્ણીને, છત્તીસગઢમાં ધારાસભ્ય નિતિન નબીનને, દાદરા અને નગર હવેલીમાં દુષ્યંત પટેલને, ગોવામાં આશીષ સૂદને પ્રભારી બનાવ્યા છે. આ ઉપરાંત હરિયાણામાં ડૉ.સતીશ પૂનિયાને પ્રભારી અને રાજ્યસભા સાંસદ સુરેન્દ્ર સિંહ નાગરને સહ-પ્રભારી, હિમાચલ પ્રદેશમાં શ્રીકાંત શર્માને પ્રભારી અને સંજય ટંડનને સહ-પ્રભારી, જમ્મુ-કાશ્મીરમાં તરૂણ ચુગને પ્રભારી અને આશીષ સૂદને સહ-પ્રભહારી બનાવ્યા છે.
આ પણ વાંચો : 'મહિલાઓનો પહેરવેશ જવાબદાર...' દુષ્કર્મની વધતી જતી ઘટનાઓ પર ભાજપના નેતાની જીભ લપસી
કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકમાં રાધામોહન દાસને બનાવાયા પ્રભારી
ઝારખંડમાં પાર્ટીના વરિષ્ઠ નેતા લક્ષ્મીકાંત વાજપેયીને પ્રભારી, કર્ણાટકમાં ડૉ.રાધામોહન દાસ અગ્રવાલને પ્રભારી અને સુધાકર રેડ્ડીને સહ-પ્રભારી, કેરળમાં પ્રકાશ જાવડેકરને પ્રભારી, અપરાજિતા સારંગીને સહ-પ્રભારી બનાવાયા છે.
ભાજપે આ 23 રાજ્યોમાં પ્રભારી અને સહ-પ્રભારીની કરી નિમણૂક