Get The App

‘પહેલા ગુજરાતની 10 સ્કૂલો સુધારી બતાવો...’, દિલ્હી વિધાનસભામાં કેજરીવાલના ભાજપ પર પ્રહાર

આમ આદમી પાર્ટીના ધારાસભ્યો તોડવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આરોપ

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
‘પહેલા ગુજરાતની 10 સ્કૂલો સુધારી બતાવો...’, દિલ્હી વિધાનસભામાં કેજરીવાલના ભાજપ પર પ્રહાર 1 - image


Delhi Assembly: દિલ્હી વિધાનસભામાં આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિશ્વાસ મત દરખાસ્ત પર ચર્ચામાં જોડાયા હતા. તેમણે સંબોધનમાં કહ્યું કે, 'આ ગૃહમાં અમારી બહુમતી છે. અમારા બે ધારાસભ્યો મારી પાસે આવ્યા અને કહ્યું કે ભાજપના લોકોએ તેમનો સંપર્ક કર્યો. અમે આનો પુરાવો કેવી રીતે આપી શકીએ?'

અરવિંદ કેજરીવાલે ભાજપ પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે,'ભાજપનું ભવિષ્ય AAPથી જોખમમાં છે. તેથી જ તે અમારાથી ડરે છે. દિલ્હીમાં AAPએ 70માંથી 67 બેઠકો જીતી હતી અને ભાજપે 3 બેઠકો જીતી હતી. કેન્દ્રમાં સરકાર બન્યા પછી આ લોકોએ અમને ખૂબ હેરાન કર્યા. પરંતુ 2020ની દિલ્હી ચૂંટણીમાં 70માંથી 62 સીટો આવી. ભાજપે એક રાજ્યમાં મફત વીજળી બતાવવી જોઈએ. પંજાબ અને દિલ્હીમાં પાવર કટ શૂન્ય થઈ ગયો છે. ભાજપને મારો પડકાર છે કે ગુજરાતમાં 10 શાળાઓને સુધાર કરીને બતાવો.'

આમ આદમી પાર્ટી દેશને ભાજપથી આઝાદ કરશે: અરવિંદ કેજરીવાલ

ઈડીના સમન્સ અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'તમે કેજરીવાલની ધરપકડ કરશો, પરંતુ કેજરીવાલના વિચારોની ધરપકડ કેવી રીતે કરશો? આખો દેશ જોઈ રહ્યો છે. હવે લોકો સવાલ પૂછી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેજરીવાલને ખતમ કરવા માગે છે કે તેમને કચડી નાખવા માગે છે? આજે વિશ્વમાં ભાજપની સૌથી મોટી ચેલેન્જર આમ આદમી પાર્ટી છે. જો 2024માં ભાજપ હારશે નહીં તો 2029માં આમ આદમી પાર્ટી દેશને ભાજપથી આઝાદ કરશે.'

ભાજપના ધારાસભ્ય અને વિધાનસભામાં વિપક્ષના નેતા રામવીર સિંહ બિધુરીએ કેજરીવાલના ધારાસભ્યોને ખરીદવાના આરોપ પર કહ્યું,'અમે દિલ્હી પોલીસ કમિશનરને આ મામલાની તપાસ કરવા કહ્યું હતું અને જો તેમાં સત્ય હોય તો કડકમાં કડક સજા કરવામાં આવે, પરંતુ અરવિંદ કેજરીવાલ અને મંત્રી આતિશી તેમના આરોપોની તપાસમાં દિલ્હી પોલીસને સહકાર આપી રહ્યા નથી.'


Google NewsGoogle News