'પછી કહો છો કે યુવાનોને કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક', 70 કલાક કામ કરવાની નારાયણમૂર્તિની સલાહ પર નિષ્ણાંતોની પ્રતિક્રિયા

નારાયણ મુર્તિના અઠવાડિયામાં 70 કલાક કામ કરવાના નિવેદન સોશિયલ મીડિયામાં પર ચર્ચાઓ

તો યુવાનો પાસે વ્યાયામ, પ્રસનલ કામ કે મનોરંજન માટે પણ સમય જ નહી રહે : ડો. કૃષ્ણમૂર્તિ

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
'પછી કહો છો કે યુવાનોને કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક', 70 કલાક કામ કરવાની નારાયણમૂર્તિની સલાહ પર નિષ્ણાંતોની પ્રતિક્રિયા 1 - image
Image Twitter 

તા. 29 ઓક્ટોબર 2023, રવિવાર

Narayana Murthy's Statement : નારાયણ મુર્તિના અઠવાડિયામાં 70 કલાક કામ કરવાના નિવેદન સોશિયલ મીડિયામાં પર ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમ્યાન હ્રદયરોગ નિષ્ણાત ડો. દીપક કૃષ્ણમૂર્તિ (Dr. Deepak Krishnamurthy)એ કહ્યું, પછી લોકો પુછે કે, આખરે યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો કેમ વધી રહ્યા છે. 

આ મુદ્દે ચિકિત્સકોનો અભિપ્રાય બિલકુલ અલગ

ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મુર્તિના એક સુચન બાદ ખળભળાટ મચી ગયો છે. તેમના નિવેદન પછી સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. દેશમાં કાર્ય ઉત્પાદકતા વધારવા માટે ભારતના યુવાનોને દર અઠવાડિયે 70 કલાક કામ કરવાના નિવેદન પર  JSWના અધ્યક્ષ સજ્જન જિંદલ સહિત કેટલાય લોકોએ સમર્થન આપ્યું છે. પરંતુ આ મુદ્દે ચિકિત્સકોનો અભિપ્રાય બિલકુલ અલગ છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી ડો. કૃષ્ણમૂર્તિએ એક સરેરાશ વ્યાવસાયિક કામ અને અન્ય પ્રતિબદ્ધતાઓ વચ્ચે દિવસનું વિભાજન કરવાના સમયનું વિભાજન આપ્યું છે. 

હૃદય રોગ નિષ્ણાંત ડો. કૃષ્ણમુર્તિનો દાવો 

સોશિયલ મીડિયા પર હૃદય રોગ નિષ્ણાંત ડો. દીપક કૃષ્ણમૂર્તિએ સરેરાશ કામ અને અન્ય પ્રતિબદ્ધતાઓ વચ્ચે સમયના વિભાજન બાબતે વાત કરી તેના પર નિખાલસ રીતે ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે, આ રીતે આવા અમાનવીય કામકાજોના કલાકો વધારવાથી હૃદય સંબંધિત કેટલીક ગંભીર બીમારીઓને જન્મ આપી શકે છે. 

તો યુવાનો પાસે વ્યાયામ, પ્રસનલ કામ કે મનોરંજન માટે પણ સમય જ નહી રહે : ડો. કૃષ્ણમૂર્તિ

તેમણે પોસ્ટમાં લખ્યું કે, એક દિવસમાં 24 કલાક હોય છે. જો તમે દરરોજ 12 કલાકના હિસાબે અઠવાડિયામાં 6 દિવસ કામ કરો છો. તો 12 કલાકમાં 8 કલાક ઊંઘમાં જાય છે. બાકીના સમયમાં 4 કલાક અન્ય રોજીંદા કામમાં જાય છે, એવામાં યુવાનોને પ્રસનલ કામ તેમજ પરિવારના કામ કરવાનો સમય, વ્યાયામ કરવાનો સમય તેમજ મનોરંજન માટેનો સમય જ નહી રહે. આ ઉપરાંત કંપનીઓ લોકો પાસે કલાકો સુધી કામ કર્યા બાદ ઈમેલ અને કોલથી જવાબ માટે અપેક્ષા રાખતી હોય છે, અને તે પછી આશ્ચર્યચકિત થઈને સવાલ ઉઠાવે છે કે આખરે યુવાનોમાં હાર્ટ એટેક કેમ વધી રહ્યો છે.  


Google NewsGoogle News