ગુજરાત, હાથરસ બાદ હવે મણિપુર જશે રાહુલ ગાંધી, સામે આવી તારીખ

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
Rahul-Manipur


Rahul Gandhi will visit Manipur: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 8 જુલાઇના રોજ મણિપુર જશે. વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધી સતત રાજ્યોના પ્રવાસ કરી રહ્યા છે. મણિપુર જતાં પહેલાં તે હાથરસ અને અમદાવાદની મુલાકાત લઇ ચૂક્યા છે. આ પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મણિપુરના થૌબલથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી હતી. 

કોંગ્રેસ મણિપુરની સ્થિતિને લઇને સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહી છે. રાહુલ ગાંધીએ સંસદમાં પણ મુદ્દો ઉઠાવ્યો હતો.એક વર્ષથી હિંસાથી પ્રભાવિત મણિપુરમાં કોંગ્રેસે લોકસભાની બંને સીટો જીતી છે.  

રાહુલ ગાંધી સતત કરી રહ્યા છે પ્રવાસ 

રાહુલ ગાંધી શુક્રવારે હાથરસ ગયા હતા, અહીં તેમણે પિલખના ગામમાં પહોંચી હાથરસ નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો સાથે મુલાકાત અને વાતચીત કરી હતી. ત્યારબાદ તે હાથરસ ગયા હતા, જ્યાં તેમણે પીડિત પરિવારને આશ્વાસન આપ્યું હતું.  

રાહુલ ગાંધી આજે અમદાવાદના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે રાજકોટ ગેમ ઝોન, મોરબી બ્રિજ, સુરત અગ્નિકાંડ અને વડોદરા હરણી બોટકાંડ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.  

મણિપુરની સ્થિતિને લઇને પીએમ મોદીએ કહી આ વાત

રાજ્યસભામાં મણિપુરની સ્થિતિને લઇને વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 'સરકાર સતત મણિપુરની સ્થિતિ સામાન્ય કરવા માટે પ્રયત્ન કરી રહી છે. અત્યાર સુધી મણિપુરમાં 11 હજાર વધુ એફઆઇઆર નોંધાઇ છે. આ ઉપરાંત 500થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યાં હિંસામાં ઘટાડો થયો છે. મણિપુરના મોટાભાગમાં સ્કૂલો, કોલેજ અને ધંધા રોજગાર શરૂ થઇ ગયા છે. 


Google NewsGoogle News