વડોદરામાં પૂરને કારણે અનેક ટ્રેનો કેન્સલ, 50થી વધુ ફ્લાઈટ મોડી પડી, જાણો લેટેસ્ટ અપડેટ
Heavy rains in Gujarat: રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ખાબકી રહેલા ભારે વરસાદના પગલે મુંબઇથી અમદાવાદ વચ્ચેની ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે. ગુજરાતમાં ભારે વરસાદના લીધે ખાસ કરીને પશ્વિમ રેલવે પર ભારે અસર વર્તાઇ છે. જેના લીધે ઢગલાબંધ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના લીધે રોજિંદા જીવન, વાહનવ્યવહાર, હવાઇ સેવા, ટ્રેન સેવા પર પણ અસર જોવા મળી છે.
સતત વરસી રહેલા વરસાદના લીધે અમદાવાદથી મુંબઇ વચ્ચે અનેક રેલવે ટ્રેન પર પાણી ભરાઇ જવા પામ્યા છે. જેના લીધે પરિસ્થિતિ વિકટ બની ગઇ છે.
ટ્રેન સેવા અને હવાઇસેવા પ્રભાવિત
ભારે વરસાદને પગલે 3 દિવસમાં ગુજરાતને સાંકળતી ઢગલાબંધ ટ્રેન કેન્સલ કરાઇ જ્યારે ટ્રેકમાં પાણી ભરાતાં ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમજ ભારે વરસાદને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ એપ્રન, ટર્મિનલ-2માં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત બે દિવસમાં અમદાવાદને સાંકળતી 50 થી વધુ ફ્લાઈટ મોડી પડી હતી જયારે 3 કેન્સલ કરાઇ હતી.
વડોદરા ડિવિઝનમાં પાણી ભરાવાને કારણે 28.08.2024ની નીચેની ટ્રેનો રદ કરવામાં આવી છે.
12934/12933 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
09316 અમદાવાદ - વડોદરા મેમુ સ્પેશિયલ
82902/82901 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ તેજસ એક્સપ્રેસ
22962/22961 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ
12009/12010 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ - મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ
19015 દાદર - પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
22954 અમદાવાદ - મુંબઈ મધ્ય ગુજરાત એસએફ એક્સપ્રેસ
20947/20950 અમદાવાદ - એકતા નગર - અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ
09399 આણંદ - અમદાવાદ મેમુ સ્પેશિયલ
09328 અમદાવાદ - વડોદરા મેમુ
09391 વડોદરા - ગોધરા મેમુ
19036 અમદાવાદ - વડોદરા ઇન્ટરસિટી એક્સ.
09495/09496 વડોદરા - અમદાવાદ - વડોદરા પેસેન્જર સ્પેશિયલ
09392 ગોધરા - વડોદરા મેમુ સ્પેશિયલ
09273 વડોદરા - અમદાવાદ મેમુ સ્પેશિયલ
09312 અમદાવાદ - વડોદરા મેમુ સ્પેશિયલ
09327 વડોદરા - અમદાવાદ મેમુ સ્પેશિયલ
09311 વડોદરા - અમદાવાદ મેમુ સ્પેશિયલ
09400 અમદાવાદ - આણંદ મેમુ સ્પેશિયલ
09318 આણંદ - વડોદરા મેમુ સ્પેશિયલ
09300 આણંદ - ભરૂચ મેમુ સ્પેશિયલ
09315 વડોદરા - અમદાવાદ મેમુ સ્પેશિયલ
09274 અમદાવાદ - આણંદ મેમુ સ્પેશિયલ
09280 મથુરા - બયાના મેમુ સ્પેશિયલ
09277 બાયના - યમુના બ્રિજ આગ્રા મેમુ સ્પેશિયલ
09278 યમુના બ્રિજ આગ્રા - બયાના મેમુ સ્પેશિયલ
09279 બયાના - મથુરા મેમુ સ્પેશિયલ
19103 રતલામ - કોટા
19109 કોટા - મથુરા
09161 વલસાડ - વડોદરા એક્સપ્રેસ સ્પેશિયલ
09162 વલસાડ - વડોદરા એક્સપ્રેસ સ્પેશિયલ
22953 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ ગુજરાત SF એકસ.
09079 સુરત - વડોદરા મેમુ સ્પેશિયલ
09155 સુરત - વડોદરા મેમુ સ્પેશિયલ
22929 / 22930 દહાણુ રોડ - વડોદરા - દહાણુ રોડ સુપર ફાસ્ટ એક્સપ્રેસ
09182 છોટા ઉદેપુર - પ્રતાપનગર પેસેન્જર સ્પેશિયલ
09355 પ્રતાપનગર - છોટા ઉદેપુર ડેમુ સ્પેશિયલ
09170 પ્રતાપનગર - એકતા નગર સ્પેશિયલ
09108 એકતા નગર - પ્રતાપનગર મેમુ સ્પેશિયલ
09109 પ્રતાપનગર - એકતા નગર મેમુ સ્પેશિયલ
09110 એકતા નગર - પ્રતાપનગર મેમુ સ્પેશિયલ
09113 પ્રતાપનગર - એકતા નગર મેમુ સ્પેશિયલ
09114 એકતા નગર - પ્રતાપનગર મેમુ સ્પેશિયલ
વડોદરા ડિવિઝનમાં પાણી ભરાવાને કારણે ડાયવર્ટ કરાયેલી અને શોર્ટ ટર્મ માટે ટર્મિનેટ કરાયેલી ટ્રેનો
ટ્રેનો ડાયવર્ટ કરી:
19320/ઈન્દોર - 27.08.2024 ના વેરાવળ મહામના એક્સપ્રેસ ગોધરા - વડોદરા - ગેરતપુર થઈને ડાયવર્ટ કરવામાં આવી
20823/પુરી - 26.08.2024 ના અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ પાલધી - ભુસાવલ - ખંડવા - સંત હિરદારામ નગર - રતલામ - ચંદેરિયા થઈને ડાઈવર્ટ કરાઈ.
શોર્ટ ટર્મ માટે ટર્મિનેટ ટ્રેનો:
20946 હઝરત નિઝામુદ્દીન - 27.08.2024 ના એકતા નગર સંપર્ક ક્રાંતિ એક્સ્પ વડોદરા ખાતે શોર્ટ ટર્મિનેટ
19484 બરૌની - 26.08.2024 ની અમદાવાદ એક્સપ્રેસ ઉધના ખાતે શોર્ટ ટર્મિનેટ
12994 પુરી - 26.08.2024 ની ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ઉધના સુધી શોર્ટ ટર્મિનેટ
09164 અલીરાજપુર - 28.08.2024 ની પ્રતાપનગર પેસેન્જર સ્પેશિયલ ડભોઈ સુધી શોર્ટ ટર્મિનેટ
09181 પ્રતાપનગર - 28.08.2024 ની અલીરાજપુર પેસેન્જર સ્પેશિયલ ડભોઈ સુધી શોર્ટ ટર્મિનેટ
09163 પ્રતાપનગર - છોટા ઉદેપુર પેસેન્જર સ્પેશિયલ ડભોઈ સુધી શોર્ટ ટર્મિનેટ
ભારે વરસાદથી મુંબઇને સાંકળતી અનેક ટ્રેનને અસર
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ટ્રેકમાં પાણી ભરાતાં રેલવે વ્યવહાર મહદ્અંશે ખોરવાયો છે. ખાસ કરીને મુંબઇને સાંકળતી અનેક ટ્રેનને અસર પડી હતી. હવે આવતીકાલે ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસને રદ કરવામાં આવેલી છે. તેમજ રૂટ ટૂંકાવાતા પણ મુસાફરોને ભારે પરેશાની પડી હતી.
આ પણ વાંચો: ભાવનગર ડિવિઝનની એક ટ્રેન સંપૂર્ણ રદ્દ, 5 ટ્રેન આંશિક રદ્દ
કઈ ટ્રેન કેન્સલ થઈ?
એરપોર્ટ સુધી લાવવા-લઇ જવા માટે બમણા ભાડા વસૂલ્યા
અમદાવાદમાં સોમવારે પડેલા ભારે વરસાદથી પાણી ભરાઇ જતાં એરપોર્ટ સુધી જનારા મુસાફરોને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ સુધી લાવવા-લઇ જવા માટે કેબ-રીક્ષાચાલકોએ મુસાફરો પાસેથી બમણા ભાડા વસૂલ્યા હતા. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ ટર્મિનલ-2ના ઈમિગ્રેશન વિભાગ સહિતના વિસ્તારોમાં પાણી પડવા લાગતા ત્યાં બાલદીઓ મૂકવાની ફરજ પડી હતી. ઠેકઠેકાણે પાણી પડતું હોવાથી મુસાફરોને અગવડોનો સામનો કરવો પડ્યો હતો.
બે દિવસમાં કુલ 250 થી વધુ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવ્યું
જોકે, અમદાવાદ એરપોર્ટના મેનેજમેન્ટના દાવા અનુસાર ભારે વરસાદ છતાં મુસાફરોને કોઇ જ પ્રકારની મુશ્કેલી પડી નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. બે દિવસમાં કુલ 250 થી વધુ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વરસાદને લીધે મુસાફરોને એરપોર્ટ શક્ય તેટલા વહેલા પહોંચવા પણ એરપોર્ટ દ્વારા સોમવારે સાંજે એડવાઈઝરી જાહેર કરાઈ હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં સિઝનનો 100% વરસાદ પૂરો, સૌથી વધુ વલસાડમાં 99 ઈંચ, 4 દિવસમાં 25% વરસ્યો
ટેક્ ઓફ અને લેન્ડિંગમાં પણ પરેશાની
દરમિયાન સોમવાર-મંગળવાર એમ બે દિવસમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને સાંકળતી કુલ 50 ફ્લાઇટ 1 કલાકથી વધુ મોડી પડી હતી જ્યારે 2 કેન્સલ કરાઈ હતી. સોમવારે સાંજે ભારે વરસાદથી અનેક ફ્લાઈટને ટેક્ ઓફ-લેન્ડિંગમાં પણ પરેશાની નડતાં તેને ઘણી મિનિટ સુધી હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા.