Get The App

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પુણેમાં 6 સભ્યોની ટીમ મોકલાવી

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પુણેમાં 6 સભ્યોની ટીમ મોકલાવી 1 - image


પુણેમાં જીબીએસના કેસ વધીને 73 થયા

પુણેના અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરેઘરે સર્વે હાથ ધરાયો

મુંબઈ -  તાજેતરમાં પુણેમાં જીબીએસના સંખ્યાબંધ  કેસ નોંધાયા તેના પછી કેન્દ્રીય  આરોગ્ય  મંત્રાલયે એક વિશેષ ટીમને  મોકલી છે. કેન્દ્ર સરકારે નિષ્ણાતોની સાત સભ્યોની ટીમની રચના કરી છે જેમાંથી ૩ સભ્ય પુણે પહોંચી ગયા છે. આ ટીમના સભ્યો મહારાષ્ટ્ર સરકારને આ રોગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસોમાં મદદ કરશે.

શુક્રવારે પુણેમાં જીબીએસના બીજા ૬ શંકાસ્પદ કેસ મળી આવ્યા તે પછી કુલ દર્દીઓની સંખ્યા વધીને ૭૩ થઈ છે આ અગાઉ મંગળવારે મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગે રેપિડ રિસ્પોન્સ ટીમ (આરઆરટી)ની રચના કરી હતી. આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું કે ૭૩ કેસમાંથી ૪૭ પુરૃષ અને ૨૬ મહિલા છે જ્યારે ૧૪ વેન્ટિલેટર છે.

દરમિયાન પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરઆરટીની ટીમ સિંહગડ રોડ વિસ્તારમાં સરવે હાથ ધર્યો હતો. અધિકારીએ કહ્યું કે કુલ ૭૨૧૫ ઘરનો સરવે કરાયો છે જેમાંથી પીએમબીની હદમાં ૧૯૪૩, ચિંચવડ મ્યુનિસિપલ  કોર્પોરેશનમાં ૧૭૫૦ ઘર અને ગ્રામીણ વિસ્તારોમાં ૩૫૨૨  ઘરોનો સમાવેશ થાય છે.

આ એક દુર્લભ બિમારી  છે  જેમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ ભૂલથી જ્ઞાાનતંતુઓ પર હુમલો કરે છે અને હાથ પગમાં સંવેદના ગુમાવી દેવી અને ગળવામાં અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી થાય છે. વાયરસ અને બેક્ટેરિયાના  મેપ પછી લાખોમાં કોઈ કેસમાં જીબીએસના લક્ષણો જોવા મળે છે આના  દર્દીઓમાં શ્વસનતંત્ર સંબંધી (તાવ, કફ, ગળતું નાક) અ થવા ગ્રેસ્ટોઈન્ટેસ્ટાઈનલ ઈન્ફેકશન (પેટમાં મરોડ, ઝાડા છૂટી જવા)ના લક્ષણો પ્રથમ બે સપ્તાહમાં જોવા મળે છે.

જીબીએસની  સારવાર ઈન્દ્રાવેનસ ઈમ્યુનોગ્લોયુલિન્સ ઈન્જેકશન અખવા પ્લાઝમાં એક્સચેન્જથી સારવાર કરવામાં આવી છે. 

પુણેમાં મળી આવેલા કેટલાક કેસમાં  કેમ્પીલો સેકટપ  જેજુનીને જવાબદાર  માનવામાં આવે છે. 

આ બેકટેરિયાથી ગેસ્ટ્રો ઈન્ટેસ્ટાજનલ  ઈન્ફેકશન થતું હોય છે. અશુદ્ધ પાણી અથવા  અશુદ્ધ ભોજનથી આ ચેપ લાગી શકે છે. કેટલાંક દર્દીઓના સેમ્પલમાં  નોટોવાઈરસની હાજરી જોવા મળી છે.

પુણેની ન્યુરોલોજિકલ સોસાયટીએ લોકોને જીબીએસના અહેવાલથી પેનિકમાં નહીં આવી જવા કહ્યું છે. આ રોગની સારવાર  થઈ શકે છે. આ કવચિત જ થતો હોય છે જેમાં પ્રતિ વર્ષ પ્રતિ એક લાખ ૦.૧ ટકા જેટલા લોકોને થઈ શકે છે. પાણી ઉકાળીને પીવું, આરોગ્યપ્રદ  ભોજન ખાવું, શાકભાજી અને ફળો સારી રીતે ધોવા પછી ઉપયોગ કરવો, હાથ સાબુ અને પાણીથી ધોવા, કાચું ઇને રાંધેલું  અન્ન  જુદું રાખવું વિગેરે  સલાહ નિષ્ણાતોએ આપી છે.



Google NewsGoogle News