પાલઘર અકસ્માતને પગલે ગુજરાત આવતી જતી 53 ટ્રેનો રદ, 28 ટ્રેનો શોર્ટ ટર્મિનેટ

Updated: May 30th, 2024


Google NewsGoogle News
પાલઘર અકસ્માતને પગલે ગુજરાત આવતી જતી 53 ટ્રેનો રદ, 28 ટ્રેનો શોર્ટ ટર્મિનેટ 1 - image


એન્જિન  પડતાં ગુજરાત-મુંબઈની ટ્રેનોનો વ્યવહાર સતત 2જા દિવસે ખોરવાયો

મુંબઈ માટે રવાના થયેલી ટ્રેનો ગુજરાતમાં જ વિવિધ  શહેરમાંથી પાછી વાળી દેવાઈઃ મુંબઈથી  ઉપડેલી અને મુંબઈ આવતી કેટલીય ટ્રેનો બેથી ચાર કલાક મોડી ઉપાડાઈઃ સેંકડો કર્મચારીઓએ દિવસરાત કામ કર્યા બાદ ૨૪ કલાકે રિપેરિંગ પૂર્ણ  પરંતુ સ્પીડ લિમિટના કારણે હજુ  ટ્રેન વ્યહાર પૂર્વવત નહીંઃ રેલવેએ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા

મુંબઇ :  મુંબઈ નજીકના પાલઘરમાં માલવાહક ટ્રેન મંગળવારે સાંજે ખડી પડયા બાદ આજે પણ આખો દિવસ ગુજરાત અને મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયેલો રહ્યો હતો. પશ્ચિમ રેલવેએ બુધવારે સાંજ  સુધી ૫૩ ટ્રેનો રદ્દ કરી હતી, ૨૮ ટ્રેનો આંશિક રદ્દ અને ૧૨ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી. તથા ૪૦ ટ્રેનોના ટાઇમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. મુંબઈ આવતી કેટલીય ટ્રેનોને વડોદરા કે ભરુચ કે સુરતથી જ પાછી વાળી દેવામાં આવી હતી. મુંબઈથી ગઈકાલ રાતથી અન આજે આખો દિવસ પણ ટ્રેનો બેથી ચાર કલાક મોડી ઉપડી હતી. અમદાવાદથી પણ શતાબ્દિ, કર્ણાવતી સહિતની ટ્રેનો બેથી ત્રણ કલાક મોડી રવાના થઈ હતી. આજે સાંજે રિપેરિંગ પૂર્ણ થયું હતું. પરંતુ સ્પીડ લિમિટના કારણે ટ્રેન વ્યવહાર પર અસર ચાલુ રહી હતી. ગઈ કાલ સાંજથી બંધ થયેલી વિરારથી દહાણુ વચ્ચેની લોકલ ટ્રેનો આજે સાંજ બાદ ધીમી ગતિએ  ચાલુ થઇ હતી.

પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે તેમણે સિંગલ લાઇન ઓપરેશન શરૃ કર્યું હતું. અને કેટલીક ટ્રેનો ડાઉન લાઇન પર બોઇસર-પાલઘર- કેલવે રોડ સ્ટેશનો વચ્ચે દોડાવાઇ હતી. અંદાજે ૩૦૦ જેટલા કર્મચારીઓ ઘટના સ્થળે સમારકામમાં કાર્યરત રહ્યા હતા. માલવાહક ટ્રેન તથા તેમાંથી પડેલા લોખંડના ભારે કોઇલને પાટા પરથી હટાવવા માટે ભારે ક્રેન અને  મશીનો તહેનાત કરવામાં આવ્યા હતા.  આશરે ૩૦૦થી વધારે કર્મચારીઓ દ્વારા રિપેરિંગ કામ રાત દિવસ ચાલ્યું હતું. બે હાઈડ્રા ક્રેન, બેથી ત્રણ અર્થ એસ્કેવેટિંગ મમશીન, ૩૦૦ ટનની ક્રેન અન અન્ય મશીનરી મગાવી સમારકામ કરાયું હતું. પુનઃ સ્થાપનનું કામ ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રાખ્યા વગર જ હાથ ધરાયું હતું. બુધવારે બપોર સુધી ૪૧ ટ્રેનો ડાઉન દિશામાં અને અપ દિશામાં નવ ટ્રેનો દોડાવાઇ હતી.

ટ્રેન રદ્દ થવાથી કે મોડી શરૃ થવાથી પ્રવાસીઓને ખૂબ જ તકલીફ પડી હતી. બુધવારે ગુજરાતથી મુંબઇ આવનારી ટ્રેનો તેમના નિર્ધારિત સમયથી પાંચથી છ કલાક જેટલી મોડી દોડી રહી હતી. તો કેટલીક ટ્રેનો મુંબઇ સુધી પહોંચી જ ન હતી તો અમુક ટ્રેનો અમદાવાદથી મોડી ઉપડી હતી. લોકલ ટ્રેનો પણ રદ્દ  કરવામાં આવી હતી.

પાલઘર ખાતે અસરગ્રસ્ત ટ્રેક ઉપરથી સાંજે ૫.૩૦ વાગ્યે ગતિ મર્યાદા સાથે ટ્રેન વ્યવહાર શરૃ થયો હોવાની માહિતી પશ્ચિમ રેલવે તરફથી મળી હતી. સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ વિરાર-દહાણૂ વચ્ચે લોકલ સેવાઓ ચાલુ કરવામાં આવી હતી. દરમિયાન ગુજરાતથી મુંબઇ રૃટ પર આવનારી ટ્રેનો કલાકો સુધી દહાણૂ સ્ટેશને અટકેલી હતી અને દહાણૂથી મુંબઇ સુધી આવતા દર સ્ટેશને ૧૫ થી ૨૦ મિનિટનો હોલ્ટ લેતી હોવાનું પ્રવાસીએ જણાવ્યું હતું.

 પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર સમગ્ર બનાવ અંગે  પાંચ સભ્યોની પેનલ દ્વારા જુનિયર ગ્રેડ ઈન્ક્વાયરી શરુ કરવામાં આવી છે.રેલવે તરફથી ઉધના, અંકલેશ્વર, વાપી સ્ટેશને પ્રવાસીઓ માટે પાણીની બોટલ, નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જોકે, સંખ્યાબંધ પ્રવાસીઓએ તેઓ રસ્તામાં ભોજન તથા પાણી વિના હેરાન થયા હોવાની ફરિયાદો સોશિયલ મીડિયા પર કરી હતી. 

બુધવારે મુંબઇથી મોડી ઉપડેલી ટ્રેનો

૧. ટ્રેન નંબર ૨૨૯૨૭- બાંદરા ટર્મિનસ અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ સાંજે ૭.૪૦ વાગ્યે બાંદરાથી ઉપડવાને બદલે મોડી રાત્રે એક વાગે ઉપડી હતી.

૨. ટ્રેન નંબર ૧૨૯૫૫ મુંબઇ  સેન્ટ્રલ-જયપુર સુપરફાસ્ટ- સાંજે ૭.૦૫ ને બદલે રાત્રે ૧૦.૩૦ વાગ્યે રવાના થઇ હતી.

૩. ટ્રેન નંબર-૨૨૯૪૫ મુંબઇ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ રાત્રે ૯.૦૦ને બદલે રાત્રે ૧૨.૩૦ વાગ્યે ઉપડી હતી.

૪. ટ્રેન નં.૧૯૨૧૭ બાંદરા ટર્મિનલ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા  તેના પ્રસ્થાન સમય કરતા ૮ કલાક મોડી રવાના થઇ હતી.

૫. ટ્રેન નંબર ૨૨૯૫૫ બાંદરા ટર્મિનસ- ભુજ કચ્છ એક્સપ્રેસ સાંજે ૫.૪૫ને બદલે રાત્રે ૧૦.૩૦ વાગ્યે બાંદરાથી નીકળી હતી.

૬. ટ્રેન નંબર ૮૨૯૦૧ મુંબઇ સેન્ટ્રલ- અમદાવાદ તેજસ એક્સપ્રેસ બપોરે ૩.૪૫ને બદલે રાત્રે આઠ વાગ્યે છૂટી હતી. 

૭ બાંદરા ટર્મિનસ- મહુવા, ૮.ે મુંબઇ સેન્ટ્રલ-હઝરત નિઝામુદ્દીન ઓગસ્ટ ક્રાંતિ ટ્રેન મુંબઈથી મોડી છૂટી હતી. 

૮.   ટ્રેન નંબર ૨૨૦૫૬ મુંબઇ સેન્ટ્રલ- અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદથી સવારે ૭.૧૦ વાગ્યાને બદલે  ૮.૧૦ કલાકે છૂટી હતી. ટ્રેન નનંબર ૧૨૦૧૦ અમદાવાદ મુંબઈ શતાબ્દિ પણ એક કલાક મોડી ઉપડી હતી. 

, ટ્રેન નં.૨૨૧૯૬ બાંદરા ટર્મિનસ- ઝાંસી એક્સપ્રેસ, ટ્રેન નં.૧૪૮૦૮ દાદર-ભગત કી કોઠી ટ્રેન, ટ્રેન નં.૧૨૦૦૯ મુંબઇ સેન્ટ્ર- અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન નં.૦૯૦૭૫ મુંબઇ સેન્ટ્ર- કથગોદામ, ટ્રેન નં. ૧૨૨૧૬ બાંદરા ટર્મિનસ-દિલ્હી ટ્રેન મોડી રવાના કરાઈ હતી. 

- -૧૨૦૦૯ મુંબઇ  સેટ્રલ- અમદાવાદ શતાબ્દી, ૧૨૨૬૭ મુંબઇ સેન્ટ્રલ- હાપા દુરંતો એક્સપ્રેસ ૧૨૯૨૭ દાદર- એકતા નગર, ૦૯૦૫૧ મુંબઇ સેન્ટ્રલ ભુસાવળ, ૧૯૦૧૯ બાંદરા ટર્મિસ- હરિદ્વાર મોડી રવાના કરાઈ હતી. 

૧. ે ટ્રેન નં.૨૨૯૫૪ અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ ૨. ટ્રેન નંબર ૧૨૦૧૦ અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ૩. અમૃતસર અને દિલ્હીની ટ્રેનો પણ મુંબઇથી મોડી શરૃ થઇ હતી.

અમદાવાથી ટ્રેન નં.૧૨૯૩૪ મુંબઇ સેન્ટ્ર કર્ણાવતી એક્સપ્રેસ અઢી કલાક મોડી ઉપડી હતી. - ૧૨૨૯૭ અમદાવાદ-પુણે, ૧૨૯૦૨- અમદાવાદ- મુંબઇ સેન્ટ્રલ ગુજરાત મેલ.

- ટ્રેન નંબ ૨૨૯૨૮ અમદાવાદ-બાંદરા લોકશક્તિ અમદાવાદથી એકથી દોઢ કલાક મોડી પડી હતી. 

મુંબઈ આવવાને બદલે શોર્ટ ટર્મિનેટ થયેલી ટ્રેનો

- જોધપુર-બાંદરા ટર્મિનસ ટ્રેન સુરત  સુધી

-અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ નવસારી  સુધી

-ભુજથી દાદરની સયાજીનગરી વડોદરા સ્ટેશને 

-બિકાનેર- દાદર એક્સપ્રેસ અંકલેશ્વર સ્ટેશને 

-અજમેર બાંદરા ટર્મિનસ એક્સપ્રેસને વડોદરા સ્ટેશને 

-બિકાનેક-દાદર એક્સપ્રેસ આણંદ સ્ટેશને 

-૧૯૦૧૫ દાદર-પોરબંદર- દહાણૂથી શરૃ થઇ હતી.

- વડોદરા-દહાણૂં રોડ એક્સપ્રેસ ભિલાડ ખાતે

- અમદાવાદથી આવતી કર્ણાવતી એક્સપ્રેસ વાપી ખાતે, 

- અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ ડબલ ડેકર વલસાડ સ્ટેશને 

- વલસાડ-ઉમરગામ મેમૂ સંજાણ સુધી દોડી હતી 

--૧૯૦૦૨ સુરત વિરાર ઇન્ટર સીટી ઘોલવડ સ્ટેશને શોર્ટટર્મિનેટ કરાઇ હતી. ૦૯૧૪૩ વિરાર -વલસાડ ટ્રેન ઘોલવડથી ઉપડી હતી.

- -૧૨૯૨૨ સુરત, મુંબઇ સેન્ટ્રલ ટ્રેન સુરતથી મોડી ઉપડીને દાદર સ્ટેને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી.

--૦૧૩૩૮ ડોંબિવલી-બોઇસર- વસઇ સ્ટેશને શોર્ટ ટર્મિનેટ

-  ૧૯૦૦૪ ભૂસાવળ બાંદરા ઉધના સ્ટેશને

- ૧૯૦૧૬ પોરબંદર- દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોઇસર ખાતે.  -૧૨૯૩૫ બાંદરા- સુરત સુપરફાસ્ટ વાપી સુધી દોડી હતીને ત્યાંથી રીવર્સ કરાઇ હતી.

- ૦૯૦૫૬ ઉધના- બાંદરા ટર્મિનલ-ભિલાડ સ્ટેશને 

ડાયવર્ટ થયેલી ટ્રેનો

બુધવારે એકતાનગર-ચેન્નઇ સેન્ટ્ર સુપરફાસ્ટ, બિકાનેર-યશવંતપુર એક્સપ્રેસ, રાજકોટ-સિકંદરાબાદ

સુરત-જળગાંવ-મનમાડ દૌંડ રૃટથી ડાયવર્ટ કરાઇ હતી.

-ગંગાનગર-કોયુવેલી, ઇન્દોર-કોયુવેલી, અજમેર-મૈસુર ટ્રેનોને સુરતતી અન્ય રૃટ ઉપર ડાયવર્ટ કરાઇ હતી.

- ડાયવર્ટ ટ્રેનો

- ૧૬૫૦૫ ગાંધીધામ-બેંગ્લુરુ,  નિઝામુદ્દીન- ટ્રીવન્દ્રમ રાજધાની ભાવનગર કોચુવેલી, જયપુર-પુણે, ઇન્દોર-દૌંડ ટ્રેન

 ગુજરાત એક્સપ્રેસ અને બાંદરા-ટર્મિનસ- ઝાંસી ટ્રેનોને બોરીવલી સુરત વચ્ચે તમામ સ્ટેશને હોલ્ટ અપાયા હતા.

બુધવારે રદ્દ થયેલી લોકલ ટ્રેનોમાં

ચાર ચર્ચગેટ-દહાણૂ રોડ લોકલ, દહાણૂ-બોરીવલીની બે લોકલો, બોરીવલી-દહાણૂની એક અને દહાણૂ-વિરારની ચાર લોકલો રદ્દ થઇ હતી.

સંપૂર્ણ રદ્દ ટ્રેનો

-૦૯૦૨૪/૦૯૦૨૩ (વલસાડ-મુંબઇ-વલસાડ રદ્દ કરવામા આવી હતી.

- ૦૯૨૮૪/૮૫ દહાણૂ-પનવેલ-વસઇ મેમૂ, ૦૯૧૫૪- બાંદરા-વાપી

-૦૯૨૮૮/૮૭ વસઇ રોડ- પનવેલ-વસઇ, ૦૯૦૫૫ બાંદરા-ઉધના

-૦૯૨૮૬/૮૧ વસઇ રોડ- પનવેલ- દહાણૂં મેમૂ

- ૦૯૦૮૩ વિરાર દહાણૂ રોડ, ૦૯૦૮૪ દહાણૂ રોડ- બોરીવલી મેમૂ- ૦૯૦૮૫ બોરીવલી વલસાડ

-૦૯૦૯૦ સંજાણ- વિરાર મેમૂ 

મુંબઇથી આંશિક રદ્દ ટ્રેનો

- ૦૯૧૫ બાંદરા ટર્મિનસ- વાપી- ઉમરગામથી 

-૦૯૦૫૫ બાંદરા ટર્મિનસ- ઉધના-ભિલાડથી 

- ૧૨૯૩૫ બાંદરા ટર્મિનલ- સુરત ઇન્ટર સીટી વાપીથી

- ૧૯૪૧૭ બોરીવલી- અમદાવાદ એક્સ. વલસાડથી

- ૧૯૧૦૧- વિરાર ભરુચ- ઉધનાથી શરૃ થઇ હતી.



Google NewsGoogle News