આરોગ્યનું કારણ આપીને જેટ એરવેઝના નરેશ ગોયલે જામીન અરજી કરી
કેનેરા બેન્ક સાથે રૂ. 538 કરોડનું કથિત ફ્રોડ
પ્રતિમા મલિન કરવાના બદ ઈરાદા સાથે તપાસ થઈ રહ્યાનો દાવો
મુંબઈ: કેનેરા બેન્ક સાથે રૂ. ૫૩૮ ક રોડનું કથિત ફ્રોડ કરવાના કેસમાં પકડાયેલા જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે શુક્રવારે વિશેષ કોર્ટ સમક્ષ જામીન અરજી કરી છે. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને અરજીનો જવાબ નોંધાવીને સુાનવણી ૨૦ ડિસેમ્બર પર રાખી છે.
૭૪ વર્ષના બિઝનેસમેને તબિયતનું કારણ બતાવીને રાહત માગી છે. એવો દાવો પણ કર્યો છે કે પોતે કસૂરવાર ન હોવાના પુરતા કારણો છે. આખી તપાસ પોતે અંગત લાભ માટે કંપનીનો પૈસો ચાંઉ કર્યો હોવાનું દર્શાવવાના ઈરાદે કરાઈ રહી છે, એમ વિશેષ જજ દેશપાંડ ેસમક્ષ કરાયેલી અરજીમાં જણાવાયું હતું.ગોયલની નકારાત્મક પ્રતિમા રજૂ કરવાના બદઈરાદાથી ખોટા અરોપ કર્યા હોવાનું ફરિયાદ પરથી જણાતું હોવાનું અરજીમાં જણાવાયું હતું.
પહેલી સપ્ટેમ્બરે ઈડીે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. હાલ તેઓ આર્થર રોડ જેલમાં અદાલતી કસ્ટડીમાં છે.
સીબીઆઈએ ગોયલ, તેમની પત્ની અનિતા અને કંપનીના કેટલાંક માજી પદાધિકારીઓ સામે નોંધેલી એફઆઈઆર પર આ કેસ આધારીત છે. કંપનીને રૂ. ૮૪૮.૮૬ કરોડની લોન અપાઈ હતી જેમા ંરૂ. ૫૩૮.૬૨ કરોડની રકમની ચૂકવણી થઈ નહોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.