નરેશ ગોયલને પહેલથી પસંદગીની હોસ્પિટલમા શ્રેષ્ઠ સારવાર મળી રહી છે
હાઈ કોર્ટે જેટ એરવેઝના સ્થાપકની જામીન અરજી ફગાવી
પત્ની પણ એ જ હોસ્પિટલમાં સારવાર લેતા હોવાથી જામીનનો અર્થ રહેશે નહીં
મુંબઈ: જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને જામીન પર મુક્ત કરાશે તો તેમની તબિયતમાં સુધારો થશે નહીં એમ તેમના તબીબી અહેવાલોમાં જણાય છે અને એમ પણ તેઓ તેમની પસંદગીની હોસ્પિટલમા શ્રેષ્ઠ સારવાર પહેલેથી લઈ રહ્યા છે, એમ જણાવીને વિશેષ કોર્ટે જામીન નકાર્યા હતા.
પીએમએલએ કોર્ટના વિશેષ જજ દેશપાંડેએ ૧૦ એપ્રિલે ૭૪ વર્ષના ગોયલની જામીન અરજી ફગાવી હતી. સંખ્યાબંધ જીવલેણ તકલીફોને આધારે રાહત માગવામાં આવી હતી. કોર્ટે જોકે તેમની પસંદગીની હોસ્પિટલમાં સારવાર લેવાની પરવાનગી આપી હતી.
હોસ્પિટલમાં દાખલ થયા ત્યારથી તબિયત વધુ બગડતી હોવાનું જણાવીને કોર્ટમાં ફરી જામીન અરજી કરી હતી. કોર્ટે વિગતવાર આદેશમાં જણાવ્યું હતું કે ગોયલને કેન્સરનું નિદાન થયું હોવા સંબંધે ચિંતા વ્યક્ત કરીને તેમને તાતા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં સારવાર આપવાની પરવાનગી આપવામાં આવી છે. હોસ્પિટલ નિષ્ણાત ડોક્ટરોથી સજ્જ છે.સારવારનો ખર્ચ ઓછો થશે અટેલું જ નહીં પણ યોગ્ય સારવાર પણ મળશે. આમ છતાં તેઓ ખાનગી હોસ્પિટલમા ંસારવાર પર આગ્રહ રાખ્યો હતો. વધુમાં તેમને ખાનગી હોસ્પિટલમાં મળી રહેલી સારવાર ઘરમાં કે જેલમાં મળી શકે તેમ નથી અને તેમને માનસિક બીમારીની સારવાર પણ હોસ્પિટલમાં જ મળી શકે છે.
ગોયલની જૈફ વય અને પત્ની પણ કેન્સરથી પીડિત હોવાથી તેમને જામીન આપવાથી કોઈ મદદ મળશે નહીં કેમ કે બંને એક જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમને પહેલેથી શ્રેષ્ઠ સારવાર મળી રહી હોવાથી જામીન માટે આ યોગ્ય કેસ નથી, એમ કોર્ટે નોંધ કરી હતી.