સિદ્ધિવિનાયક મંદિરમાં સાકરના મોદક-પેડા ધરી નહીં શકાય

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
સિદ્ધિવિનાયક મંદિરમાં સાકરના મોદક-પેડા ધરી નહીં શકાય 1 - image


ગણેશભક્તો  સાથે છેંતરપિંડી અટકશે

માવાના મોદકને બદલે સાકરના લાડુ વેચાતા હતાઃ ભાવો પણ નિયત કરાયા

મુંબઇ :  દરરોજ હજારો ભક્તો અને  ર્શનાર્થીઓથી ધમધમતા પ્રભા ેવીના વિખ્યાત સિદ્ધિવિનાયક મંિ રમાં સાકર ભેળવેલા મો ક અને પેડાનો  પ્રસા  ધરી નહીં શકાય. કારણ સિદ્ધિવિનાયક પરિસરના પૂજા સામગ્રીનું વેચાણ કરનારાઓનાં સંગઠને ે સાકર ભેળવેલા મો ક અને પેડાનું વેચાણ ન કરવાનો નિર્ણય લીધો છે. જે  ુકાન ાર નિયમનો ભંગ કરશે તેનું લાયસન્સ રદ્દ કરવામાં આવશે.

સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શને આવતા ભાવિકો સાથે છેંતરપિડી અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવારે અને ખાસ તહેવાર વખતે મંદિરમાં દર્શનાર્થીઓનો પ્રચંડ ધસારો થાય છે. આ ભીડનો લાભ લઇ મંદિરની આસપાસની પ્રસાદની અધિકૃત  દુકાનોમાંથી ઉંચા ભાવે માવાના મોદકને બદલે સાકરના લાડુ અને પેડાનું વેચાણ થતું હોવાનું સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના ધ્યાનમાં આવ્યું હતું. ભક્તો તરફથી પણ આ બાબતની ફરિયાદો કરવામાં આવી હતી. એટલે ટ્રસ્ટના અધ્યક્ષ સહ સરવણકરે પૂજા સામગ્રી અને પ્રસાદ વેંચતા અધિકૃત દુકાનદારોની સાથે મિટીંગ યોજી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ સાથે જ મલાઇ મોદક, કાજૂ મોદક, સ્પેશ્યલ મોદક, પેડા, બુંદીના લાડુ, બેસન લાડું, મોતીચૂર લાડુ, અને સાદા મોદક વગેરે પ્રસાદનો નવો દર જાહેર કરવામાં આવ્યો છે. એટલે ભક્તો પાસેથી દુકાનદારો વધુ ભાવ લઇ નહીં શકે.



Google NewsGoogle News