Get The App

જોઇને વાહન ચલાવવાનું કહેતા ચાકુના ઘા મારતા રિક્ષા ચાલક લોહી લુહાણ

અમદાવાદમાં સામાન્ય વાહન અથડાવવા જેવી બાબતે ઘાતક હુમલાના વધતા બનાવો

શહેર કોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
જોઇને વાહન ચલાવવાનું કહેતા  ચાકુના ઘા મારતા રિક્ષા ચાલક લોહી લુહાણ 1 - image

અમદાવાદ,બુધવાર 

અમદાવાદમાં વાહન અથડાવવા જેવી સામાન્ય બાબતે તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવાના બનાવો વધી રહ્યા છે. હજું બે દિવસ પહેલા બોપલમાં વાહન ચલાવવા બાબતની તકરારમાં છરીના ઘા મારીને યુવકની હત્યા કરી હતી ત્યાં શહેર કોટડા વિસ્તારમાં ચામુંડા સ્મશાન પાસે વાહન અથડાવવા બાબતે થયેલી તકરારમાં બે શખ્સોએ રિક્ષા ચાલક સાથે તકરાર કરીને ઢોર માર માર્યા બાદ ચાકુથી હુમલો કરીને યુવકને લોહી લુહાણ કર્યો હતો, યુવક હાલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચામુંડા સ્મશાન  પાસે  બે શખ્સોએ  ઢોર મારમારી ઘાતક હુમલો કરતાં રિક્ષા ચાલક યુવક સિવિલમાં સારવાર હેઠળ ઃ શહેર કોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

 નરોડામાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ધમો અને હની નામના અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૯ના રોજ ફરિયાદી રિક્ષા લઇને બાપુનગરથી નરોડા પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા આ સમયે ચામુંડા સ્મશાન નજીક એક્ટિવા સાથે રિક્ષા અથડાઇ હતી.

જેથી યુવકે રિક્ષા ઉભી રાખીને વાહન ચાલકને જોઇને એક્ટિવા ચલાવવાનું કહેતા આરોપીએ તકરાર કરીને ગાળો બોલી હતી જેથી યુવકે ગાળો બોલવાની ના પાડતાં એક શખ્સે ઉશ્કેરાઇને ચાકુથી હુમલો કર્યો હતો જેથી યુવકને કાનના પાછળના ભાગે ગંભીર ઇજા થતાં લોહી લુહાણ હાલતમાં પોતાના ઘર પાસે પહોચી ગયો હતો જ્યાં પરિવારના સભ્યોએ આવીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. 


Google NewsGoogle News