યુવતીએ ઉંઘની ગોળી ખાઇને વિડીયો બનાવીને રીવરફ્રન્ટથી નદીમાં ઝંપલાવ્યું

ક્રુઝના સ્ટાફે સમય સુચકતા વાપરતા યુવતીનો જીવ બચ્યો

૨૮ વર્ષીય યુવતીએ વિડીયો બનાવતા પહેલા પતિને મોકલ્યો હતોઃ અગાઉ અઢી વર્ષ પહેલા આયેશા નામની યુવતીએ વિડીયો બનાવીને જીવન ટુંકાવ્યું હતું

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
યુવતીએ ઉંઘની ગોળી ખાઇને વિડીયો બનાવીને રીવરફ્રન્ટથી નદીમાં ઝંપલાવ્યું 1 - image

અમદાવાદ,રવિવાર

શહેરના પાલડી રિવરફ્રન્ટ પરથી ગત શુક્રવારે સાંજના સમયે એક યુવતીએ નદીમાં ઝંપલાવીને  આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.   આ સમયે રીવરફ્રન્ટ પર પાર્ક ક્રુઝના સ્ટાફે  સમય સુચકતા વાપરીને તેને બચાવી લીધી હતી. આ પગલું ભરતા પહેલા તેણે ઉંઘની ગોળીઓ પણ લીધી હોવાથી તેને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા જીવ બચાવી લેવાયો હતો. તેણે પાણીમાં કુદતા પહેલા એક વિડીયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં તેના પતિ અન્ય સ્ત્રીઓ સાથે અનૈતિક સબધો અને સાસરિયાઓનો ત્રાસ હોવાનું જણાવીને વિડીયા તેના પતિને પણ મોકલ્યો હતો. આ અંગે રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે જરૂરી તપાસ શરૂ કરી છે.

યુવતીએ ઉંઘની ગોળી ખાઇને વિડીયો બનાવીને રીવરફ્રન્ટથી નદીમાં ઝંપલાવ્યું 2 - imageપાલડી રિવરફ્રન્ટ પરથી શુક્રવારે સાંજના સમયે એક ૨૮ વર્ષીય યુવતીએ અચાનક  ઝંંપલાવ્યું હતું ં. આ સમયે ક્રુઝનો સ્ટાફ હાજર હતો અને એકપણ ક્ષણનો વિચાર કર્યા વિના જ પાણીમાં કુદીને સ્ટાફે યુવતીને બહાર કાઢીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ મોકલી આપતા જીવ બચ્યો હતો. તેની પુછપરછ કરતા તેનું નામ  શહેમનીના હોવાનું જાણવા મળ્યું હતું.  તેણે આ પગલું ભરતા પહેલા તેણે એક વિડીયો બનાવીને તેના પતિ  ફારૂક અંસારીને મોકલ્યો હતો.  તે પછી આ વિડીયો અંગે તેની માતા યાસ્મીનબાનુંને પણ જાણ થઇ હતી. 

 શહેમીનાનું પિયર જુહાપુરામાં આવેલું છે અને તેની સાસરી દાણીલીમડામાં છે. તેણે વિડીયોમાં તેના પતિ વિરૂદ્વ ગંભીર આક્ષેપ કર્યા હતા. જેમાં તેના સંબધો અને યુવતીઓ સાથે હતા. એટલુ જ નહી તે  શહેમીનાના વિડીયો બનાવીને તેને બદનામ કરવાની ધમકી  આપીને અન્ય યુવકો સાથે સંબધ રાખવા દબાણ કરતો હોવાનો આરોપ  મુક્યો હતો. આ બાબતે તેણે તેની સાસરીમાં વાત કરી ત્યારે તેને તલાક લઇને અલગ થઇ જવા માટેનું કહી દેવામાં આવ્યું હતું. આમપતિના ત્રાસથી કંટાળીને તેણે  ઉંઘની ગોળીને ખાઇને વિડીયો બનાવીને નદીમાં ઝંપલાવ્યું હતું. સદનસીબે યુવતીને બચાવી લેતા બીજો આયેશા કેસ બનતા અટક્યો હતો.ઉલ્લેખનીય છે કે  ગત ફેબુ્રઆરી ૨૦૨૧માં આયેશા નામની યુવતીએ વિડીયો બનાવીને નદીમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. જે કેસમાં તેના પતિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.


Google NewsGoogle News