રોંગસાઇડમાં કાર ચલાવીને મહિલાએ બાઇકસવારે અડફેટે લેતા મોત
માણેકબાગ સોસાયટીનો બનાવ
અકસ્માત કરનાર કારચાલક મહિલા જ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઇ હતી
અમદાવાદ,
શનિવાર
શહેરના માણેકબાગ સોસાયટીના માર્ગ પર શનિવારે મોડી સાંજે એક કારચાલક મહિલાએ રોંગસાઇડમાં કારને હંકારીને બાઇક પર જઇ રહેલા યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકને ગંભીર ઇજાઓ થતા તેેને સારવાર માટે જીવરાજ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને તબીબોએ મૃતજાહેર કર્યો હતો. આ અંગે પોલીસે મહિલા ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતો યુવક કુલદીપ વાજા શનિવારે સાંજે
સાડા છ વાગ્યાના સુમારે બાઇક પર માણેકબાગ સોસાયટી પાસેથી પસાર થતા રસ્તા પરથી પસાર
થઇ રહ્યા હતા. આ સમયે એક કાર પુરઝડપે રોંગ
સાઇડમાં આવી હતી અને કારની ટક્કર કુલદીપ વાજાની બાઇક સાથે અથડાવી હતી. જેમાં તેને ગંભીર
ઇજાઓ થઇ હતી. આ સમયે કારચાલક મહિલાએ અન્ય કારને ઉભી રખાવીને કુલદીપને સારવાર માટે જીવરાજ
હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તપાસમાં
કારચાલક મહિલાનું નામ પ્રિતિબેન હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે ટ્રાફિક પોલીસે
ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.