Get The App

ખોખરામાં અગમ્ય કારણોસર સાતમા માળેથી પડતું મૂકતા મહિલાનું મોત

મહિલા ૨૦ દિવસ પહેલા વતનથી અમદાવાદ રહેવા આવ્યા હતા

પરિવારજનોને પૂછપરછ બાદ આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળશે.

Updated: Oct 7th, 2022


Google NewsGoogle News
ખોખરામાં અગમ્ય કારણોસર સાતમા માળેથી પડતું મૂકતા મહિલાનું મોત 1 - image

અમદાવાદ,શુક્રવાર

ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે ન્યું કોટન મિલ નજીક આવેલા પંદર માળના સૌજન્ય એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ઓસિરાના વતની સંગીતાબહેન પંકજભાઇ બહેરા (ઉ.વ.૨૧) આજે સાંજે કોઇક અગમ્ય કારણોસર સાતમા માળેથી પડતું મૂકતા મોત થયું હતું.

મહિલા ૨૦ દિવસ પહેલા વતનથી અમદાવાદ રહેવા આવ્યા હતા

આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસ ઇન્સ્પેકટર જે.વી.રાઠોડના જણાવ્યા મુજબ મહિલા ૨૦ દિવસ પહેલા વતનથી અમદાવાદ રહેવા આવ્યા હતા અને આજે સાંજે કોઇક અંગત કારણોસર આપઘાત કર્યો હતો.

અમરાઇવાડી પોલીસે અકસ્માત મોત નોંધીને મહિલાની લાશને પીએમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારજનોને પૂછપરછ બાદ આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળશે.



Google NewsGoogle News