Get The App

દિકરી છીનવી લઇને મકાન ખાલી કરાવવા ત્રાસ આપતા મહિલાએ આપઘાત કર્યો

નરોડામાં ગૃહ કલેશના કારણે મહિલા સાસરીયાથી અગલ રહેતી હતી

પતિએ મકાનના હપ્તા ન ભરતા બેન્કે નોટિસ લગાવી હતી

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
દિકરી છીનવી લઇને મકાન ખાલી કરાવવા ત્રાસ આપતા મહિલાએ આપઘાત કર્યો 1 - image

અમદાવાદ, સોમવાર

નરોડામાં રહેતી મહિલા ગૃહ કલેશના કારણે પતિના જ મકાનમાં એકલી રહેવા લાગી હતી. જો કે, પતિએ ભરણ પોષણ આપવાનું બંધ કરી દીધુ ંહતું અને મકાનના હપ્તા ભરવાના બંધ કરતા બેન્ક દ્વારા નોટિસ લગાવી દીધી હતી. આ ઉપરાંત પરિણીતાની પુત્રીને સાસરીયાએ છીનવી લીધી હતી. જેથી કંટાળીને પરિણીતાએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ  બનાવ અંગે પરિણીતાના પિતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં જમાઇ, વેવાઇ, વેવણ સહિતના સાસરીયા સામે દુષ્પ્રેરણ સહિતની કલમ હેઠળ ફરિયાદ નાંેધાવી છે.

પતિએ મકાનના હપ્તા ન ભરતા બેન્કે નોટિસ લગાવી હતી ઃ પતિ સહિત સાસરીયા સામે નરોડા પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોેંધી તપાસ  શરુ કરી

મૂળ ઉત્તર પ્રદેશના આધેડે નરોડા પોલીસ સ્ટેશનમાં જમાઇ સહિત સાસરીના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદ નોંધાવી છે કે  તેમની ૨૬ વર્ષીય દીકરીના લગ્ન ગત વર્ષ ૨૦૧૫માં થયા હતા. ત્યારબાદ નરોડામાં સંયુક્ત કુટુંબમાં રહેવા આવી ગઇ હતી. જો કે, લગ્નના થોડા જ સમયમાં સાસરીયા તેને ત્રાસ આપવા લાગ્યા હતા.  આ દરમિયાન પુત્રીને જન્મ  થયો હતો. પુત્રીના જન્મ બાદ સાસરીયા પૈસાની માંગણી કરવા લાગ્યા હતા જેથી આ મામલે દિકરીએ શારિરીક માનસિક ત્રાસ અને દહેજની માંગણીનો કેસ કર્યો હતો. ઉપરાંત કોર્ટમાં ડોમેસ્ટીક વાયલન્સ અને ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો તે તમામ કેસ હાલ ચાલુ છે. કેસ કર્યો હોવાથી  તેમની દીકરી એકલી  રહેતી હતી અને  તેના જ પાડોશમાં નણંદ, પતિ અને સાસરા રહેવા આવી ગયા હતા. 

જે મકાનમાં  તે રહેતી હતી તે મકાન પતિના નામે હોવાથી તેઓ મકાન ખાલી કરવા માટે અવાર નવાર ત્રાસ આપતા હતા. ઉપરાંત તેમણે મકાનના હપ્તા ભરવાનું પણ બંધ કરતા બેંન્કે જપ્તી માટેની નોટિસ લગાવી દીધી હતી. સાસરીયાએ લગ્નમાં મળેલ કરિયાવર પણ લઇ લીધુ હતુ અને પરત આપતા ન હતા. ઉપરાંત પતિ પણ ઘર ખર્ચ માટે પૈસા ન આપી હેરાન પરેશાન કરતો હતો. 

થોડા સમય પહેલા  દીકરીને પણ પતિએ લઇ લીધી હતી અને તેને પણ મળવા દેતા ન હતા. જેથી કંટાળીને તા. ૨૩ ડિસેમ્બરે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના અંગે  નરોડા પોલીસે સાસરીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News