Get The App

તે મારી જાણ બહાર મારી બહેન સાથે કેમ લગ્ન કર્યા કહી ઉપરા છાપરી ચાકુના ઘા માર્યા

નિકોલમાં પત્નીએ પતિને મળવા બોલાવતા સાળાનો બનેવી ઉપર હુમલો

આજે તું બચી ગયો હવે પછી અમારી ઝપેટમાં આવીશ તો મારી નાંખીશું

Updated: Dec 25th, 2023

GS TEAM


Google News
Google News
તે મારી જાણ બહાર મારી બહેન સાથે કેમ  લગ્ન કર્યા કહી  ઉપરા છાપરી ચાકુના ઘા માર્યા 1 - image

અમદાવાદ, સોમવાર

નિકોલમાં રહેતા યુવકને તેના સાળાએ મારી જાણ બહાર મારી બહેન સાથે કેમ લગ્ન કર્યા કહીનેે મળીને ચાકુના ઘા માર્યા હતા. હુમલો કર્યા બાદ બનેવીને લોહી લુહાણ કરીને જતા જતા સાળાએ ધમકી આપી હતી કે આજે તું બચી ગયો હવે પછી અમારી ઝપેટમાં આવીશ તો જાનથી મારી નાંખીશું. આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહેને ભાઇને જાણ કર્યા વગર લગ્ન કર્યા હતા.

બનેવીને લોહી લુહાણ કરી જતા જતા સાળાએ ધમકી આપી કે આજે તું બચી ગયો હવે પછી અમારી ઝપેટમાં આવીશ તો મારી નાંખીશું

ઓઢવમાં  રહેતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં ઓઢવમાં રહેતા શુભમ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે  તેમની પત્નીએ ભાઇ ભાઈની વિરુદ્ધમાં જઈને યુવક સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી સાળાને બનેવી ઉપર ગુસ્સો હતો. બીજીતરફ  પતિ અને પત્ની  વચ્ચે તકરાર થઇ હતી જેથી આવેશમાં આવીને પરણિતા થોડા દીવસ અગાઉ પિયરમાં ગઇ હતી. 

ગઇકાલે સાંજે  પત્નીએ ફોન કરીને યુવકને નિકોલ વિસ્તારમાં લીલીવાડી હોટલ ચાર રસ્તા પાસે મળવા  માટે બોલાવ્યો હતો, ત્યારે આગાઉથી સાળો અને તેના બે મિત્રો હાજર જ હતા અને બનેવી આવતા જ સાળાએ બનેવીને મારી જાણ બહાર મારી બહેન સાથે લગ્ન કેમ કર્યા કહીને ચાકુથી હુમલો કર્યો હતો.બુમાબુમ થતા આસપાસના લોકો ભેગા થઇ જતા આરોપી સાળો અને તેની સાથે આવેલા બે શખ્સો જતા જતા ધમકી  આપી હતી કે આજે તું બચી ગયો હવે પછી અમારી ઝપેટમાં આવીશ તો જાનથી મારી નાંખીશું. આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

Tags :