Get The App

છોકરાનો બાપ કોણ છે પતિ દ્વારા મેસેજ કરી પત્ની સાથે છૂટાછેડા માટે દબાણ

બેકાર પતિએ દુકાન કરવા બે લાખ માગી પત્નીને કાઢી મૂકી

સમાધાન કરી તેડી લાવીને ફરીથી તકરાર કરીને પત્નીને ત્યજી દીધી

Updated: Nov 22nd, 2022


Google NewsGoogle News
છોકરાનો બાપ કોણ છે પતિ દ્વારા મેસેજ કરી પત્ની સાથે છૂટાછેડા માટે દબાણ 1 - image

અમદાવાદ,મંગળવાર

પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલાને પતિએ દુકાન કરવા માટે બે લાખની માંગણી કરી હતી એટલું જ નહી પત્નીને પુત્રની કૂખે પુત્રનો જન્મ થતાં પતિએ છોકરાનો બાપ કોણ તેવો મેસેજ કરીને પત્ની સાથે છૂટાછેડાની માંગણી કરી હતી. આ બનાવ અંગે પૂર્વ મહિલા પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ દિકરીના જન્મ બાદ હેરાનગતિ વધી, સમાધાન કરી તેડી લાવીને ફરીથી તકરાર કરીને પત્નીને ત્યજી દીધી

 આ કેસની વિગત એવી છે કે  પૂર્વ વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષી મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ગાંધીનગર જિલ્લાના ગામમાં  રહેતા પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૧૧ વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્ન બાદ એક વર્ષ સુધી સારી રીતે રાખતા હતા બાદમાં ઘર કામની નાની નાની બાબતે તકરાર કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા. પ્રથમ દિકરીનો જન્મ થયા બાદ મહિલાને હેરાન ગતિ વધી ગઇ હતી. જેને લઇને સાસરીયા સામે કેસ કર્યો હતો જો કે સગાવ્હાલા દ્વારા સમાધાન કરવામાં આવ્યું  હતું.

બાદમાં મહિલા ફરીથી સાસરીમાં ગઇ તો પતિ-પત્ની અલગ રહેેલા ગયા હતા, બેકાર પતિ કોઇ કામ ધધો કરતા ન હોવાથી દુકાન કરવા માટે રૃા.૨ લાખની માંગણી કરતા હતા,  તેવામાં ભાડુ ન ભર્યું હોવાથી પત્નીને પિયરમાં મોકલી દીધી હતી જો કે પત્નીની કૂખે પુત્રનો જન્મ થતા પતિ છોકરાના બાપ કોણ છે ? તેવો મેસજ કરીને છૂટાછેડા માટે દબાણ કરતો હતો,  આખરે કંટાળીને મહિલાએ પતિ સામે ગુનો નોધાવ્યો હતો.


Google NewsGoogle News