Get The App

દાણીલીમડામાં પોલીસે ઓરડી ખોલી તો પશુ કટીંગ કરતા બે કસાઇ રંગે હાથ પકડાયા

ચોરેલી ગાયો કપાય છે તેવા મેસેજ આધારે પોલીસે દરોડો પાડયો

૬૦૦ કિલો પશુ માંસના જથ્થા સાથે બે જણા ઝડપાયા

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
દાણીલીમડામાં પોલીસે ઓરડી ખોલી તો પશુ કટીંગ કરતા બે કસાઇ રંગે હાથ પકડાયા 1 - image

અમદાવાદ, શુક્રવાર

અમદાવાદમાં રખડતા પશુઓની ચોરી કરીને તેની ગેરકાયદે કતલ કરવાનો ગોરખધંધો પૂર્વ વિસ્તારમાં ધમધમી રહ્યો છે.  તેમાંયે ખાસ કરીને શાહપુર, દાણીલીમડા, ગોમતીપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં અવાર નવાર પોલીસ દરોડા પાડીને પશુઓને બચાવી લેતી હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે. દાણીલીમડામાં ચોરેલી ગાયનો કતલ થઇ રહી હોવાનો મેસેજ આધારે પોલીસ પહોંચી હતી. પોલીસે ઓરડી ખોલીને જોયું તો બે કસાઇ પશુઓની કતલ કરતાં રંગે હાથ પકડાયા હતા. દાણીલીમડા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને સ્થળ ઉપરથી ૬૦૦ કિલો માંસનો જથ્થો કબજે કર્યો હતો.

૬૦૦ કિલો પશુ માંસના જથ્થા સાથે બે જણા ઝડપાયા પોલીસને થાપ આપી ચાર ભાગી ગયા

શહેર પોલીસ કંટ્રોલ રૃમને મેસેજ મળ્યો હતો કે દાણીલીમડા વિસ્તારમાં આવેલી અઈશા ટી-સ્ટોલ પાસે કેટલાક લોકો ચોરાયેલી ગાયો લાવીને કાપી રહ્યા છે. જેના આધારે દાણીલીમડા પોલીસે દરોડા પાડીને ૬૦૦ કિલો માંસના જથ્થા સાથે  બે આરોપીની ધરપકડ કરી છે, સાથે જ ફરાર ચાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 દાણીલીમડામાં ઢોર બજાર પાસે એક ઓરડીમાં સાત શખ્સો પશુઓને લાવીને કાપી રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે મહત્વનું છે કે માત્ર પોલીસના હાથે સાતમાંથી માત્ર બે જ આરોપીઓ ઝડપાયા છે બાકીના ફરાર આરોપીની તપાસ હાલ કરવામાં આવી રહી છે.

ઉલ્લેનીય છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રખડતા પશુઓેની ચોરી કરીને ગેરકાયદે કતલ કરવામાં આવી રહી છે, દાણીલીમડા પોલીસે ચોકક્સ બાતમી આધારે  ઢોર બજાર ખાતે પહોંચી હતી અને જાઇને ઓરડી ખોલી તો બે કસાઇ પશુઓની કતલ કરતાં રંગે હાથ ઝડપાયા હતા.



Google NewsGoogle News