વડોદરામાં સવારથી વરસાદ ચાલુ થતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી
Vadodara Rain Update : વડોદરા શહેરમાં આજે સવારથી જ ફરી મેઘરાજા મહેરબાન થયા હતા. સવારના 6 વાગ્યાથી ધીમીધારે શરૂ થયેલો વરસાદ ચાલુ રહેતા શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે સવારના ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં પણ ધીમીધારે મેઘમહેર ચાલુ રહી હતી. ઉલ્લેખનીય છે કે 10 વાગ્યા બાદ વરસાદ બંધ રહેતા લોકોને રાહત થઈ હતી.