વડોદરામાં વિશ્વામિત્રીની સપાટી 29 ફૂટથી નીચે ઉતરતા તંત્રએ રાહત અનુભવી, વડસર-કલાલીમાં રેસ્ક્યુ

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
વડોદરામાં વિશ્વામિત્રીની સપાટી 29 ફૂટથી નીચે ઉતરતા તંત્રએ રાહત અનુભવી, વડસર-કલાલીમાં રેસ્ક્યુ 1 - image


Vadodara Rain Update : વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે વહેલી સવારે સપાટી સ્થિર થયા બાદ સામાન્ય ઘટતા તંત્રએ રાહત અનુભવી છે. 

આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી ત્રણ ફૂટ ઉપર રહી છે. રાત્રે આ સપાટી 30 ફૂટની લાગોલગ આવી જતાં અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. 

આજવામાંથી હજી પણ પાણી આવી રહ્યું હોવાથી વિશ્વામિત્રીની સપાટી વધે તેવી સંભાવના હતી. પરંતુ ઉપરવાસમાં તેમજ વડોદરામાં વરસાદે વિરામ લેતા સપાટી સ્થિર થયા બાદ સાધારણ નીચે આવી છે. 29 ફૂટની નીચે સપાટી આવતા લોકોએ પણ રાહત અનુભવી છે. 

તો બીજી વિશ્વામિત્રી નદીના બીજા બ્રિજો પરથી અવરજવર ચાલુ રાખવામાં આવ્યું હોવાથી લોકોને પણ રાહત થઈ છે. દરમિયાનમાં વડસર તેમજ કલાલી વિસ્તારમાં કેટલાક લોકોને ઓફિસ તેમજ દવાખાને જવું હોવાથી ફાયર બ્રિગેડની મદદ લઈ બહાર નીકળ્યા હતા.

વધુ વાંચો : વડોદરા પાસેના પિલાેલ ગામે વિશ્વામિત્રીના પૂરમાં તણાયેલા યુવકને બચાવવા ચાર યુવકો મગરો વચ્ચે કૂદી પડ્યા


Google NewsGoogle News