વેજલપુર પોલીસે ફરિયાદ લેવાને બદલે યુવતીને ધમકાવીને કાઢી મુકી

પતિએ પત્નીના ન્યુડ ફોટો પાડીને બ્લેક મેઇલ કરી હોવાનો આક્ષેપ હતો

પતિએ બ્લેકમેઇલ કરતા યુવતીએ નદીમાં આત્મહત્યા કરવા માટે ઝંપલાવ્યું હતુંઃ મહિલા સશક્તિકરણ અને સુરક્ષાની વાત માત્ર કાગળ પર જ રહી ગઇ

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
વેજલપુર પોલીસે ફરિયાદ લેવાને બદલે યુવતીને ધમકાવીને કાઢી મુકી 1 - image

અમદાવાદ,રવિવાર

શહેરના જુહાપુરામાં રહેતી ૨૮ વર્ષીય યુવતીએ વિડીયો બનાવીને એક સપ્તાહ પહેલા  પાલડી જમાલપુર બ્રીજ પરથી ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે સદનસીબથી તેને બચાવી લેવામાં આવી હતી. યુવતીએ વિડીયોમાં તેના પતિ વિરૂદ્વ આક્ષેપ કર્યો હતો કે તે તેના ન્યુડ ફોટો  પાડીને અન્ય યુવકો સાથે સંબધ બાંધવા માટે દબાણ કરે છે. યુવતીએ તેનો વિરોધ કરતા માર પણ મારવામાં આવ્યો હતો. આ મામલે યુવતી તેના પતિએ પાડેલા ફોટોગ્રાફ્સ  અને ધમકી આપ્યા અંગેની ફરિયાદ કરવા માટે જુહાપુરા પોલીસ ચોકી  ખાતે પહોંચી ત્યારે હાજર પોલીસ  કર્મચારીએ  ફરિયાદ નોંધવાને બદલે યુવતીને અપમાનિત કરી હતી. આમ, પોલીસ એક તરફ મહિલાઓની સુરક્ષા અંગેની વાત કરે છે પરતુ, પોલીસની આ કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. જુહાપુરામાં પોતાના પિયરમાં  રહેતી યુવતીએ ગત ૨૧મી ઓક્ટોબરના રોજ સાંજના સમયે પાલડી જમાલપુર બ્રીજ પરથી ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે તે રીવરફ્રન્ટ ક્રુઝ  નજીકમા ં પાણીમાં પડતા ત્યાં હાજર સ્ટાફે યુવતીને બચાવી લીધી હતી અને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તબીબોએ યુવતીને બચાવી લીધી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતુું કે યુવતીએ પાણીમાં ઝંપલાવતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો. જેમાં તેના પતિ ફારૂક અંસારી પર ગંભીર આક્ષેપ કર્યો હતો કે  ફારૂક અંસારી  કોઇ કામ ધંધો કરતો નહોતો.  તેણે યુવતીના નગ્ન ફોટો પાડયા હતા. જે ફોટોથી બ્લેકમેઇલ કરવાનું કહી અન્ય લોકો સાથે સંબધ રાખવાની વાત કરતો હતો. સાથેસાથે તેના સાસરિયાઓ પણ યુવતીને તલાક આપવાનું કહેતા હતા.   એટલું જ નહી યુવતીએ અન્ય લોકો સાથે સબધ રાખવાની ના પાડતા તેને ફારૂકે તેને માર પણ માર્યો હતો.

  • વેજલપુર પોલીસે ફરિયાદ લેવાને બદલે યુવતીને ધમકાવીને કાઢી મુકી 2 - imageઆ  બનાવ અંગે બે દિવસ પહેલા યુવતી વેજલપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતી જુહાપુરા પોલીસ ચોકી પર તેના પતિ મોબાઇલમાં લીધેલા ન્યુડ અને મારની ઇજાના ફોટોગ્રાફ્સ તેમજ તેણે બનાવેલાા વિડીયોની ફુટેજને લઇને ત્યાં હાજર પોલીસ સ્ટાફને બતાવ્યા હતા. જો કે અગાઉ મહિલાએ પતિ અને સાસરિયા વિરૂદ્વ ઘરેલુ હિંસાનો કેસ નોઁધાવ્યો હતો. જે બાબતને ધ્યાનમાં રાખીને ત્યાં હાજર વિક્રમસિંહ નામના પોલીસ કર્મચારીએ યુવતીનું અપમાન કરીને  કહ્યું હતું કે તે તારે આ કેસ કરીને બંને હાથમાં લાડુ લેવા છે.  પોલીસ કર્મચારીની આ વાત સાંભળીને યુવતી સમસમી ગઇ હતી.  એટલું જ નહી આ બાદ પણ  પોલીસ કર્મચારીએ યુવતીની ફરિયાદ નોંધી નહોતી અને કાઢી મુકી હતી. આ અંગે યુવતની માતાએ જણાવ્યું કે હું જોઇ ન શકું તેવા વાંધાજનક ફોટોગ્રાફ્સ હતા અને મારી દીકરીએ પાણીમાં કુદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો એ હદે તે પતિ અને સાસરિયાઓથી તે કંટાળી ગઇ હતી. તેમ છંતાય, પોલીસે કોઇ કામગીરી નહી કરીને અમને હતાશ કર્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા જાહેરમાં કહેવામાં આવે છે કે મહિલાઓને  સુરક્ષા આપવામાં પોલીસ સંતર્ક છે.  જો કે યુવતી સાથે થયેલા પોલીસના વર્તનને કારણે આ વાત માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે.

 


Google NewsGoogle News