Get The App

વડોદરા રેલવે સ્ટેશનનો જનરલ વેઇટિંગ રૂમ રેન બસેરા બન્યો : મહિલાઓને રૂમમાં આવતા પણ સંકોચ અનુભવે છે

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
વડોદરા રેલવે સ્ટેશનનો જનરલ વેઇટિંગ રૂમ રેન બસેરા બન્યો : મહિલાઓને રૂમમાં આવતા પણ સંકોચ અનુભવે છે 1 - image


Vadodara Railway Station : વડોદરા રેલવે સ્ટેશનમાં આવેલા જનરલ કલાસના વેઇટિંગ રૂમ રેન બસેરા બન્યા હોવાનો આક્ષેપ થયો છે. સ્ટેશન વિસ્તારમાં ફરતા લાવરીસ લોકો જનરલ કલાસના વેઇટિંગ રૂમમાં આરામ ફરમાવતા હોય છે. 

ઉલ્લેખનીય છે કે, ટીકીટ લઈને રેલ્વે પ્રવાસ કરતા મુસાફરોની ટ્રેન મોડી પડે ત્યારે જનરલ કલાસના મુસાફરો માટે રેલવે સ્ટેશન પર વેઇટિંગ રૂમમાં બેસવાની વ્યવસ્થા રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેમાં મુસાફરોની સાથે સાથે વિસ્તારમાં ફરતા લાવરીસ શખ્સો પણ રેન બસેરા સમજીને વેઇટિંગ રૂમમાં પોતાના કપડા ધોઈને પંખા નીચે સુકવવા માટે મૂકી દીધા બાદ બિન્દાસ્ત રીતે ખુલ્લા શરીરે સુઈ જાય છે. પરિણામે વેઇટિંગ રૂમમાં પ્રવેશ કરનાર યુવતીઓ સંકોચ અનુભવે છે અને રૂમમાં આવતી નથી.

જોકે, સ્ટેશન માસ્ટર અને સ્ટેશનની વ્યવસ્થા સંભળતા અધિકારીઓની ઘોર લાપરવાહી દાખવવામાં આવી રહી હોય તેવુ આવા દ્રશ્યો જોઈને લાગી રહ્યાના આક્ષેપ સામાજિક કાર્યકરે કર્યા છે. ગઈ તા.01લી જૂને વહેલી સવારે 3.30 વાગ્યાના સુમારે વડોદરા રેલવે સ્ટેશનની પોલ ખોલતો વિડિયો વાયરલ થયો છે. જેમાં અડધી રાત્રે રેલવે સ્ટેશન પર રાત્રે 11 વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યા સુધીના રેકોર્ડિંગ સામજીક કાર્યકરે આ વિડિયોમાં બનાવ્યા છે.



Google NewsGoogle News