વડોદરા : સમા તળાવમાં જંગલી વનસ્પતિનો ઉપદ્રવ પુનઃ વકર્યો
- આખું તળાવ જંગલી વનસ્પતિથી છવાઈ ગયું
- વિડકટર મશીન મૂકી સફાઈની માંગણી
વડોદરા,તા.09 ફેબ્રુઆરી 2023,ગુરૂવાર
વડોદરા શહેરમાં આવેલા સમા તળાવમાં ફરી પાછી જંગલી વનસ્પતિ ઊગી નીકળતા તળાવ આખું લીલુંછમ થઈ ગયું છે. તળાવમાં જંગલી વનસ્પતિ નો ઉપદ્રવ એટલી હદે વધી ગયો છે કે ક્યાંય પાણી જ નજરે ચડતું નથી. અગાઉ પણ સમા તળાવમાં જંગલી વનસ્પતિનો ઉપદ્રવ ખૂબ વધી જતા વિડ કટર મશીનથી તળાવ સાફ કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમયમાં ફરી પાછી આ વનસ્પતિ ઊગી નીકળતા આખું તળાવ જંગલી વનસ્પતિથી છવાઈ ગયું છે .વડોદરા કોર્પોરેશન દ્વારા તળાવના બ્યુટીફિકેશનની મોટી વાતો કરવામાં આવે છે અને સ્વચ્છતા અને સફાઈના ગુણગાન ગાવામાં આવે છે પરંતુ આ તળાવની હાલત જોતા એ તમામ દાવા પોકળ સાબિત થાય છે. કોર્પોરેશનના તંત્ર દ્વારા વેળાસર અહીં વીડ કટર મશીન મૂકીને તળાવની સફાઈ હાથ ધરી જંગલી વનસ્પતિ નો ઉપદ્રવ દૂર કરવા માટે સામાજિક કાર્યકરે માગ કરી છે. કોર્પોરેશન તંત્ર દ્વારા કાશી વિશ્વનાથ તળાવ ખાતે જંગલી વનસ્પતિ ઊગી નીકળતા ત્યાં વિડ કટર મશીન મૂકીને સફાઈ હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરા : સમા તળાવમાં જંગલી વનસ્પતિનો ઉપદ્રવ પુનઃ વકર્યો #Vadodara #VMC #SamaLake pic.twitter.com/xPZ8PNEA45
— Gujarat Samachar (@gujratsamachar) February 9, 2023