સરકારનો નવો અખતરો : દિવસે જ નહીં રાત્રે પણ રસી અપાશે

Updated: Nov 14th, 2021


Google NewsGoogle News
સરકારનો નવો અખતરો : દિવસે જ નહીં રાત્રે પણ રસી અપાશે 1 - image


કોરોનાના કેસો વધતાં રસીકરણને વેગવંતુ બનાવાશે

32 લાખ લોકોને બીજો ડોઝ આપવો પડકારરૂપ આશા વર્કરો - આંગણવાડીની બહેનોને જવાબદારી

અમદાવાદ : દિવાળીના તહેવારોમાં છુટછાટ આપવી  મોંઘી પડી રહી છે કેમકે, ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ દસતક આપી છે ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગે રસીકરણને વેગ આપવા નવો અભિગમ અપનાવ્યો  છે જેના ભાગરૂપે હવે દિવસે જ નહીં, રાત્રે પણ રસીકેન્દ્રો પર રસી આપવા આયોજન કર્યુ છે. 

ગુજરાતમાં 92 ટકા લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે જયારે 57 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. હજુ રાજ્યમાં 32 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી ત્યારે સરકારે આકરૂ વલણ અપનાવવા નક્કી કર્યુ છે.

અમદાવાદમાં તો રસી વિનાના લોકોને એએમટીએસ, કાંકરિયા સહિતના જાહેર સૃથળોએ પણ પ્રવેશ નહી આપવા નક્કી કર્યુ છે.  માત્ર અમદાવાદમાં 9 લાખથી વધુ લોકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો નથી . આ સંજોગોમાં હવે ગુજરાતમાં કેન્દ્રની સૂચનાથી ઘર ઘર દસ્તક ના સૂત્ર સાથે રસીકરણ ઝુંબેશને વેગવંતી બનાવવા આયોજન કરાયુ છે.

એક મહિના સુધી ચાલનારાં વેકસીનેશન અભિયાનમાં હવે રાત્રે પણ રસી આપવામાં આવશે. આરોગ્ય વિભાગના અિધકારીઓના મતે, શહેરો ઉપરાંત ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મજૂરો અને શ્રમિકો સવારે મજૂરી કરવા જાય છે અને મોડી સાંેજે પરત ફરે છે.

રોજ ખાઇને પેટિયુ રળનારાં લોકો  રસી લેવા રસીકેન્દ્રો પર પહોંચી શકતાં નથી કેમકે, મોઁઘવારીના જમાનામાં રોજી મેળવવી તેમની પ્રાથમિકતા છે. આ કારમોસર આરોગ્ય વિભાગે રાત્રીના સમયે રસી આપવા આયોજન કર્યુ છે. રાત્રે 7થી 9 વાગ્યા સુધી રસી આપવામાં આવશે જેથી રસીકરણનો લક્ષ્યાંક સિધૃધ થઇ શકે.


Google NewsGoogle News