Get The App

કુવારી માતાએ બાળકને જન્મ આપી શીલજ પાસેની ઝાડીઓમાં ફેંકી દીધુ

રાહદારી દંપતિની મદદથી બાળકને બચાવ થયો

અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્નીફર ડોગ ચેસરે ઝાડીઓથી ૧૫૦ ફુટ દુર ઓરડીમાં બાળકની માતાને શોઘી કાઢી

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
કુવારી માતાએ બાળકને જન્મ આપી શીલજ પાસેની ઝાડીઓમાં ફેંકી દીધુ 1 - image


(ચેસર ડોગ કે બિનવારસી બાળકની માતાનેે શોધી કાઢી)

અમદાવાદ, શુક્રવાર

શહેરના શીલજ  સર્કલ પાસેની ઝાડીઓમાં ગુવારે સવારે  એક દંપતિને દુપટ્ટામાં વીટેલું નવજાત શીશુ મળી આવ્યું હતું. જેથી તાત્કાલિક ૧૦૮ને જાણ કરીને તેને સારવાર માટે મોકલવાની સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. અમદાવાદ  ગ્રામ્ય પોલીસે આ બાળકને તરછોડનાર અંગે માહિતી મેળવવા માટે સ્નીફર ડોગ ચેસરની મદદ લીધી હતી. જેની મદદથી ગણતરીની મિનિટોમાં જ ઝાડીઓથી ૧૫૦ ફુટ દુર આવેલી એક વસાહતની ઓરડીમાંથી એક યુવતીને શોધી કાઢવામાં આવી હતી. તેણે કબુલ્યુ હતું કે તે કુંવારી માતા બની હોવાથી બાળકને જન્મ આપીને ઝાડીઓમાં ફેંકી દીધું હતું. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શ કરી છે. શહેરના શીલજ સર્કલ પાસે ગુવારે સવારના સમયે ઝાડીઓમાં બાળકના રડવાનો અવાજ આવતા નજીકમાંથી પસાર થઇ રહેલા દંપતિએ તપાસ કરી ત્યારે તે ચોંકી ઉઠયા હતા.  કારણ કે નવજાત શીશુને કોઇએ દુપટ્ટામાં વીંટીને ફેંકી દીધું હતુ અને તેના પર કીડી-મકોડા ફરતા હતા. જેથી આ દંપતિએ તાત્કાલિક બાળકને બહાર લાવીને ૧૦૮ પર જાણ કરવાની સાથે પોલીસનો પણ સંપર્ક કર્યો હતો. જેના આધારે બોપલ પોલીસનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને બાળકને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલીને તપાસ શ કરી હતી. સ્થળ પર લોહીના નિશાન હોવાથી પોલીસે સ્નીફર ડોગ ચેસરની મદદ લીધી હતી. જેમાં ગણતરીની મિનિટોમાં જ ચેસર ઘટના સ્થળથી ૧૫૦ ફુટ દુર આવેલી વસાહતની ઓરડી પાસે આવીને ઉભો રહ્યો હતો. જેથી પોલીસે તપાસ કરતા ઓરડીમાંથી એક યુવતી મળી આવી હતી. જેની તબિયત ખરાબ જણાતા તાત્કાલિક મેડીકલ ટીમ બોલાવીને પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતું કે તેના પ્રેમી સાથે સંબધથી બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ, લગ્ન ન થયા હોવાથી સામાજીક બદનામીના ડરથી બાળકને જન્મ આપીને તેણે ઝાડીઓમાં ફેંકી દીધું હતું.  આ અંગે અમદાવાદ જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે યુવતી સગીર છે કે પુખ્યવયની ? તે અંગેના પુરાવા મેળવવાની કામગીરી શ કરવામાં આવી છે. સાથેસાથે તેના પ્રેમીની શોધખોળ પણ કરવામાં આવી રહી છે.  જો કે આ ઘટનામાં દંપતિની જાગૃતતાથી બાળકને બચાવી લેવામાં આવ્યું છે. જે હાલ સારવાર હેઠળ છે.


Google NewsGoogle News