Get The App

સીટી સિવિલ કોર્ટનો બનાવટી ઇમેઇલ મોકલીને યુવતી પાસેથી નાણાંં મંગાયા

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી

જો દંડ નહી ભરે તો યુવતીના સીબીલ સ્કોરને નુકશાન કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવીઃ કોર્ટને ભળતા ઇમેઇલ આઇડી થી મેઇલ કરાયો

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
સીટી સિવિલ કોર્ટનો બનાવટી ઇમેઇલ મોકલીને યુવતી પાસેથી નાણાંં મંગાયા 1 - image

અમદાવાદ, શુક્રવાર

અમદાવાદ ભદ્રમાં આવેલા સિટી સિવિલ કોર્ટના નામે ભળતો ઇમેઇલ આઇડી બનાવીને કોઇ વ્યક્તિએ એક યુવતીને  નાણાં ભરવા માટે ઇમેઇલ કર્યો હતો અને જો નાણાં નહી ભરે તો તેની સામે ગુનો નોંધવાની ધમકી આપી હતી. જે અંગે યુવતીએ  સિટી સિવિલ કોર્ટમાં જાણ કરતા આ અંગે  અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં વિશેષ ટીમ તૈયાર કરીને  ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરના ભદ્રમાં આવેલી સિટી સિવિલ સેશન્સ કોર્ટના રજીસ્ટ્રાર દ્વારા સાયબર ક્રાઇમ સેલમાં અરજી કરવામાં આવી હતી કે  એક યુવતી સાથે સિટી સિવિલ સેશન્સ કોર્ટના બનાવટી ઇમેઇલ કરીને નાણાં માંગીને છેતરપિંડી કરવામાં આવી છે.  યુવતીને ગત ચોથી નવેમ્બરના રોજ એક ઇમેઇલ આવ્યો હતો. જે ભદ્ર સિટી સિવિલ સેશન્સ કોર્ટ હોવાનુ દર્શાવીને જણાવાયુ હતુ કે  સમયસર પેમેન્ટ ન થતા અને એનઓસી મોડી થવાને કારણે ૧૯ હજાર રૂપિયાની વધારાની પેનલ્ટી ભરવાની રહેશે. જો સાંજે પાંચ વાગ્યા સુધી પેનલ્ટી  ન ભરે તો કોર્ટ ફાઇનલ નિર્ણય જાહેર કરશે. જે તમારા કેરીયર, ભવિષ્યની લોનસીબીલ સ્કોરને અસર કરશે. જો કે યુવતીએ આ ઇમેઇલને અવગણ્યો હતો.  તે પછી  યુવતીએ ઇમેઇલનો કરીને  નાણાં માંગવા બાબતે સ્પષ્ટતા  કરવા જણાવ્યું હતું. તેમજ કોર્ટના અસલી ઇમેઇલ આઇડી પર પણ મેઇલ કરીને તેની પાસે નાણાંની માંગણી કરવા અંગે જાણ કરી હતી. બીજી તરફ શંકાસ્પદ ઇમેઇલ આઇડીથી ફરીથી યુવતીને  ઇમેઇલ આવ્યો  હતો અને ૮૨ હજારની માંગણી કરવામાં આવી હતી. તે પછી ૧૩મી નવેમ્બરના રોજ ૧.૨૯ લાખનો દંડ ભરવાની ધમકી આપીને મહારાષ્ટ્ર પોલીસના લોગો વાળો ઇમેઇલ આવ્યો હતો. તેમજ એટેચ લેટરમાં ૪.૫૬ લાખની રકમ પણ માંગવામાં આવી હતી.   આમ, યુવતીને કોઇ વ્યક્તિએ  કોર્ટના ભળતા નામે બનાવટી ઇમેઇલ કરતા  સાયબર ક્રાઇમ સેલની એક વિશેષ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


Google NewsGoogle News