Get The App

યુનિ.ઓ પરીક્ષા વગર વિદ્યાર્થીઓને પ્રમોટ કરી આગળના સેમેસ્ટરમાં મોકલી શકશે

- એક્સપર્ટ કમિટી દ્વારા યુજીસીને અપાયેલા રીપોર્ટમાં વિવિધ ભલામણો

- યુનિ.ઓ હાલની પરીક્ષા પદ્ધતિને બદલે MCQ-OMR, ઓપન બુક કે એસાઈમેન્ટ આધારીત પરીક્ષા લઈ શકે

Updated: Apr 28th, 2020


Google NewsGoogle News
યુનિ.ઓ પરીક્ષા વગર વિદ્યાર્થીઓને પ્રમોટ કરી આગળના સેમેસ્ટરમાં મોકલી શકશે 1 - image


અમદાવાદ,તા.28 એપ્રિલ 2020, મંગળવાર

લોકડાઉનને પગલે સમગ્ર દેશની યુનિ.ઓમાં પરીક્ષાઓ મોકુફ રાખવી પડી છે અને નવુ શૈક્ષણિક સત્ર પણ સમયસર શરૂ થઈ શકે તેમ  ન હોવાથી કોમન ગાઈડલાઈન તૈયાર કરવા યુજીસીએ રચેલી કમિટીએ તાજેતરમાં રિપોર્ટ સબમીટ કર્યો છે.જેમાં કરાયેલી ભલામણ મુજબ યુનિ.ઓ કેરી ફોરવર્ડની સીસ્ટમ હાલના વર્ષ પુરતી તમામ વિદ્યાર્થીઓ માટે કોમન રીતે લાગુ કરી શકે અને તમામ વિદ્યાર્થીઓને પ્રમોટ કરી આગળના સેમેસ્ટરમાં મોકલી શકે છે.

યુજીસી દ્વારા વિવિધ યુનિ.ઓના કુલપતિ-શિક્ષણવિદોની રચેલી એકસપર્ટ કમિટી દ્વારા પરીક્ષાઓ,એકેડમિક કેલેડન્ડર સહિતની બાબતો માટે દસ પાનાનો રીપોર્ટ આપવામા આવ્યો છે.સોશિયલ મીડિયામાં ફરતા થયેલા આ રિપોર્ટમાં રજૂ કરાયેલી ભલામણો આમ તો દરેક રાજ્યની યુનિ.ઓને સ્પષ્ટપણે લાગુ જ પડે તેમ નથી કારણકે દરેક રાજ્યની દરેક સ્ટેટ યુનિ.ના પોતાના એક્ટ-સ્ટેચ્યુટ અલગ અલગ છે.

પરંતુ કમિટી દ્વારા કોમન રીતે કરાયેલી ભલામણ કે રેકમેન્ડેશન મુજબ યુનિ.ઓ કેરી ફોરવર્ડ સીસ્ટમ કે જે  માત્ર નાપાસ વિદ્યાર્થીઓને જ આગળ મોકલવા માટે લાગુ છે,તે ચાલુ વર્ષ માટે પરીક્ષા વગર તમામ માટે કોમનપણે લાગુ કરી શકે .ઉપરાંત યુનિ.ઓ હાલની ટ્રેડિશનલ એકઝામ પેટર્નને પદલે ઓપન બુક, એમસીક્યુ-ઓએમઆર કે એસાઈમેન્ટ અને પ્રેઝન્ટેશન આધારીત પરીક્ષા પણ લઈ શકે તેમજ યુનિ.ઓ પોતાના નિયમો મુજબ પરીક્ષાના સમય તેમજ ઈન્ટરનલ-એકસર્ટનલ પરીક્ષાના ગુણભારમા પણ ફેરફાર કરી શકશે. 

કમિટી દ્વારા યુનિ.ઓ માટે સૂચવાલેયાલ એકેડમિક કેલેન્ડર મુજબ દરેક યુનિ.માં ૧૬ મેથી ૩૧ મે સુધી ડિઝર્ટેશન-પ્રોજેક્ટ વર્ક કે ઈન્ટર્નશિપ રીપોર્ટ  પ્રક્રિયા કરી શકાય અને જે માત્ર ઓનલાઈન કરવામા આવે. ઉનાળુ વેકેશન ૧લી જુનથી ૩૧ જુન સુધી રાખવામા આવે તથા  સેમેસ્ટર પરીક્ષાઓ ૧ જુલાઈથી ૧૫ જુલાઈ અને ઉત્તરવહી મુલ્યાંકને તેમજ રીઝલ્ટ જાહેર કરવાની પ્રક્રિયા ૩૧ જુલાઈ સુધીમાં પૂર્ણ કરે. જ્યારે ધો.૧૨ પછીના યુજી સાયન્સ,કોમર્સ,આર્ટસ પ્રવેશ ૧લી ઓગસ્ટથી શરૂ કરી શકાય અને નવા આવનારા વિદ્યાર્થીઓ માટે સત્ર ૧લી સપ્ટેમ્બરથી તથા બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે ૧લી ઓગસ્ટથી નવુ સત્ર શરૂ કરી શકાય. દિવાળી સત્રની સેમેસ્ટર પરીક્ષાઓ  ૧થી૨૫ જાન્યુઆરી ૨૦૨૧ દરમિયાન લઈ શકાય અને બીજુ સત્ર  ૨૭મી જાન્યુઆરીથી શરૂ કરી શકાય.

જ્યારે  ઉનાળુ સત્રની ૨૦૨૧ની પરીક્ષાઓ ૨૬ મેથી ૨૫ જુન સુધી લઈ શકાય અને ઉનાળુ વેકેશન ૧જુલાઈથી ૩૦ જુલાઈ આપી શકાય.આમ આ વર્ષે જો એકેડમિક સત્ર મોડુ શરૂ થાય તો તેની અસર આવતા વર્ષે પણ પડશે.યુનિ.ઓ શૈક્ષણિકના દિવસોને પહોંચી વળવા સપ્તાહમાં શનિવાર સાથે પુરા ૬ દિવસ ટીચિંગના રાખે.કમિટીના રીપોર્ટની આ ભલામણોને હજુ સુધી યુજીસીએ ફાઈનલ કરી નથી અને યુજીસીની આજે મીટિંગ મળી હતી તેમજ થોડા દિવસમા ં કોમન ગાઈડલાઈન જાહેર થનાર છે.


Google NewsGoogle News