એક જ દિવસમાં એક જ વિસ્તારમાં રહેતા બે યુવકોના હાર્ટ એટેકથી મોત

કોર્ટમાં કામ અર્થે આવેલ 38 વર્ષનો ધાબા માલિક ઢળી પડયો, જમવા બેસતી વખતે મિત્રો સાથે વાત કરતા કરતા 48 વર્ષના શ્રમજીવીનું મોત

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
એક જ દિવસમાં એક જ વિસ્તારમાં રહેતા બે યુવકોના હાર્ટ એટેકથી મોત 1 - image


વડોદરા : બુધવારે બે યુવકોના હાર્ટ એટેકથી મોતની ઘટના બની હતી. મૃતકમાં એક ધાબા માલિક અને એક શ્રમજીવીનો સમાવેશ થાય છે આશ્ચર્ય એ વાતનું છે કે બન્ને યુવકો એક જ વિસ્તારમાં રહેતા હતા અને બન્નેના મૃત્યુ પણ એક જ વિસ્તારમાં થયા છે.

શહેરના આજવારોડ ઉપર સયાજીપાર્ક નજીક શ્રીહરી ટાઉનશીપમાં રહેતો ૩૮ વર્ષનો અજયસિંહ ઇકબાલસિંહ ન્યુ સમા રોડ ઉપર ધાબુ ચાલવતો હતો. બુધવારે બપોરે દિવાળીપુરા કોર્ટમાં કોઇ કામ હોવાથી તે ત્યા ગયા હતો. આ દરમિયાન બપોરે ૪ વાગ્યે તેને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો અને બેભાન થઇ જતાં તેને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે સારવાર દરમિયાન સાંજે ૫.૪૫ વાગ્યે તેનું મોત થયુ હતું.

આ ઘટનાના ૩ કલાક પહેલા જ દિવાળીપુરાથી ૩ કિ.મી. દૂર ભાયલી વિસ્તારમાં પણ હાર્ટ એટેકથી શ્રમજીવીનુ મોત થયુ હતું. આજવારોડ ઉપર સયાજીપાર્ક નજીક લક્ષ્મીનગરમાં રહેતો ૪૮ વર્ષનો જગદીશ હીરાભાઇ ભાયલી વિસ્તારમાં અર્થ એલિઝિયમ એપાર્ટમેન્ટમાં અન્ય બે શ્રમજીવી સાથે પાણીની ટાંકી સાફ કરવા ગયો હતો. ટાંકીની સફાઇ બાદ દોઢ વાગ્યે ૩ લોકો જમવા માટે ધાબા પરથી નીચે આવ્યા હતા અને જમવાનું શરૃ કરે તે પહેલા મિત્રો વાતચીત કરી રહ્યા હતા આ દરમિયાન જગદીશ ઢળી પડયો હતો. તેને બેભાન અવસ્થામાં ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.


Google NewsGoogle News