એસયુવી કારના ચાલકે અન્ય કાર પાસે ઉભેલા બે યુવકોને ટક્કર મારતા મોત

એસ જી હાઇવે પેલેડિયમ મોલ પાસેની ઘટના

કુબેરનગરમાં રહેતા મિત્રો એસ જી હાઇવેથી જમીને પરત જઇ રહ્યા હતાઃ કારમાં સવાર અન્ય ચાર લોકોને ઇજા પહોંચી

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
એસયુવી કારના ચાલકે અન્ય કાર પાસે ઉભેલા બે યુવકોને ટક્કર મારતા મોત 1 - image

અમદાવાદ,રવિવાર

શહેરના એસ જી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ પાસે કાર પાસે ઉભેલા બે યુવકોને પુરઝડપે આવેલી એક કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં  બંને યુવકોને ગંભીર ઇજા પહોંચતા એકનું સ્થળ પર અને અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનામાં એસયુવી કારમાં સવાર બે મહિલા સહિત ચાર લોકોને ઇજા પહોંચી હતી. આ સમગ્ર મામલે એસ જી હાઇવે-૧ ટ્રાફિક પોલીસે  તપાસ શરૂ કરી છે.શહેરના કુબેરનગરમાં રહેતા ૩૦ વર્ષીય અલ્પેશ ગાગડેકર (ઉ.વ.૩૦) તેના મિત્રો કમલ અડવાણી ,સોનું ધૈયડા અને મયુર સાથે શનિવારે રાતના સમયે  કારમાં એસ જી હાઇવે વૈષ્ણોદેવી સર્કલ પાસે જમવા માટે ગયા હતા. જ્યાંથી તે રાતના અઢી વાગે એસ જી હાઇવે પેલેડિયમ મોલના  રસ્તાથી વળીને સી જી રોડ થઇને ઘરે પરત જવા માટે નીકળ્યા હતા. જ્યાં  કમલને લઘુશંકા જવાનું હોવાથી અલ્પેશે કારને પેલેડિયમ મોલ પાસે ઉભી રાખી હતી અને બંને બહાર ઉતર્યા હતા. આ સમયે કારગીલ ચાર રસ્તા તરફથી પુરઝડપે આવી રહેલી એક એસયુવી કારના ચાલકે કારને  અલ્પેશ અને કમલને અડફેટે લઇને તેમની કાર સાથે અથડાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બનેને ગંભીર ઇજાઓ થતા નીચે પડી ગયા હતા. આ દરમિયાન કારમાં સવાર સોનુ અને મયુરને પણ ઇજાઓ થઇ હતી. આ સમયે અન્ય વાહનચાલકોએ ૧૦૮ પર કોલ કરીને એમ્બ્યુલન્સ મંગાવી હતી. જેમાં સોલા સિવિલમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન અલ્પેશ અને કમલ અડવાણીનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં  કાર ચાલક પ્રભુ દેવાસી , રેખા દેવાસી સહિત ચાર લોકોને ઇજા પહોંચી હતી.આ અંગે એસ જી હાઇવે -૨ ટફિક પોલીસે ગુનો નોંધીને ફરાર કાર ચાલકની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News