Get The App

કાગડાપીઠમાં પતિ-પત્નીની તકરારમાં ત્રાહિત વ્યક્તિએ ચાકુના ઘા મારતાં બે યુવકો લોહી લુહાણ

સાસરીમાં પત્નીને ઘરે લાવવા સમજાવતા તકરાર થતાં ચાર શખ્સોએ મારા મારી કરી

કાગડાપીઠ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
કાગડાપીઠમાં પતિ-પત્નીની તકરારમાં ત્રાહિત  વ્યક્તિએ ચાકુના ઘા મારતાં બે યુવકો લોહી લુહાણ 1 - image

અમદાવાદ, સોમવાર

કાગડાપીઠ વિસ્તારમાં યુવક સાસરીમાંથી પત્નીને ઘરે લઇ જવા સમજાવતો  હતો જ્યાં બન્ને વચ્ચે તકરાર થઇ હતી આ સમયે ચાર શખ્સોએ આવીને યુવક અને તેના મિત્રને માર મારવા લાગ્યા હતા અને ઉશ્કેરાઇને ચાકુના ઘા મારીને બન્ને યુવકને લોહી લુહાણ કરી મૂક્યા હતા. આ ઘટના અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

પતિ-પત્નીની તકરાર બાજુ રહી અને ચાર લોકોએ યુવક અને તેના મિત્રને આડેધડ ચાકુના ઘા માર્યા ઃ કાગડાપીઠ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી

કાગડાપીઠ વિસ્તારમાં રહેતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મેહુલ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રવિવારે રાતે તે કાગડાપીઠ વિસ્તારમાં દેવેન્દ્રપંડિત નગર સફલ -૧ માર્કેટની પાસે સાસરીમાં બહાર ઉભો હતો અને પોતાની પત્નીને ઘરે લઇ જવા સમજાવતો હતો. તે સમયે બંને વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન આરોપી તેના ત્રણ શખ્સો સાથે આવ્યો હતો. બાદમાં શખ્સોએ તું મેહુલ ચુનારાને ઓળખે છે અમે તેના માણસો છીએ.

જેથી યુવકે હું તને નથી ઓળખતો કહેતા આરોપી સહિત ચાર શખ્સો આવીને યુવકને માર મારવા લાગ્યા હતા અને ગાળો બોલીને ચાકુના ઘા માર્યા હતા. આ સમયેે મિત્ર વચ્ચે પડતા તેને પણ  ચાકુના ઘા મારીને બન્નેને લોહી લુહાણ કર્યા હતા, જ્યાંજ બુમાબુમ થતા ચારેય ત્યાંથી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત બંને યુવકો સારવાર સિવિલ હોસ્પિટલ પહાંેચ્યા હતા. 



Google NewsGoogle News