Get The App

ટેમ્પાની તોડફોડ કરી લાકડીથી મારતાં બે મહિલા ઘાયલ

ચિલોડા પાસે થાર કારમાં આવેલા ચાર શખ્સોએ તકરાર કરીને હુમલો કર્યો

ધમકી આપી ફરીથી ઉભા રહેશો બધાને મારી નાંખીશું

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
ટેમ્પાની તોડફોડ કરી લાકડીથી મારતાં બે મહિલા ઘાયલ 1 - image

અમદાવાદ,બુધવાર

નાના ચિલોડા પાસે યુવક અને તેની પત્ની તથા સબંધી ટેમ્પો લઇને ઉભા હતા  ત્યારે થાર કારમાં આવેલા ચાર શખ્સોએ અહિયાં ઇંડાનો ટેમ્પો કેમ ઉભો રાખ્યો છે, કહીને ગાળો બોલીને તકરાર કરીને લાકડીથી માર મારતાં બે મહિલા ઘાયલ થઇ  હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવકે દસ મીનીટમાં ટેમ્પો લઇ લેવાની વાત કરી તો ઉશ્કરાઇને લાકડીના ફટકા મારી ધમકી આપી ફરીથી ઉભા રહેશો બધાને મારી નાંખીશું

નાના ચિલોડા પાસે રહેતા .યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં થાર કારમાં આવેલા ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ દિવસે આર.એ.મોબાઇલ શોપ નામની મોબાઇલ દુકાન ધરાવીને ધંધો કરે છે. યુવકે મંગળવારે જ રાતથી ટેમ્પામાં બોમ્બે એગ માસ્ટર નામથી પત્ની સાથે ઇંડાનો ધંધો ચાલું કર્યો હતો જેથી ફરિયાદી તેમની પત્ની પાડોશી મહિલા અને પુત્ર ચારેય ભેગા મળીને ઇંડાનો ટેમ્પો નાના ચિલોડાથી નરોડા એસપી રીંગ રોડ પરના સવસ રોડ ટેમ્પો ઉભો રાખીને ધંધો કરી રહ્યા હતા.

  દરમિયાન એક થારમાં ચાર શખ્સો ત્યાં આવીને કોણે પૂછીને ઇંડાનો ટેમ્પો અહીંયા ઉભો રાખ્યો છે કહીને ગાળો બોલતા હતા. જેથી યુવકે કહ્યુંં કે, ટેમ્પામાં બધો સામાન મૂકીને ૧૦ મિનિટમાં અહીંયાથી જતો રહું છું તમે ગાળો ન બોલો કહેતા  ચારેય શખ્સોએ થારમાંથી લાકડાના ડંડા કાઢીને યુવક અને તેના પરિવારજનોને મારમાર્યો હતો જેમાં બે મહિલાને ગંભીર ઇજાઓ થઇ હતી. એટલુ જ નહીં, ઇંડાના ટેમ્પાનું ઇન્ટીરીયર તોડી નાંખીને તમે બધા અહીંયા ઉભા રહેશો તમને જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપીને ચારેય શખ્સો નાસી ગયા હતા.



Google NewsGoogle News