Get The App

વાહન માલિકોના નામની બનાવટી આરસી બુક બનાવી છેતરપિંડી કરતા બે ઝડપાયા

Updated: Nov 19th, 2021


Google News
Google News
વાહન માલિકોના નામની બનાવટી આરસી બુક બનાવી છેતરપિંડી કરતા બે ઝડપાયા 1 - image


આરસી બુકોનો જૂનો ડેટા થીનર વડે કાઢી નાખતા હતા

અમદાવાદ : અલગ અલગ આરટીઓની વાહન માલિકોના નામની બનાવટી આરસી બુકો બનાવી વાહન માલિકો અને સરકાર સાથે છેતરપિંડી કરતા બે શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે સુભાષબ્રિજ પાસેથી ધરપકડ કરી હતી તેમની પાસેથી પોલીસે 8 આરસી બુક કબજે કરી છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુભાષ બ્રિજના છેડે પેટ્રોલિંગ કરી રહી ત્યારે સ્કુટર પર જઈ રહેલા બે શખ્સો શંકાસ્પદ જણાયા હતા. પોલીસે તેમને ઉભા રહેવા ઇશારો કરતા બંને જણ ભાગવા લાગ્યા હતા. આથી પોલીસે તેમનો પીછો કરીને સુભાષ બ્રિજ સર્કલ પાસેથી ઝડપી લીધા હતા.

પૂછપરછમાં તેમના નામ જુહાપુરામાં રહેતા ઇમરાન આઇ. સૈયદ (35) તથા સરખેજ ફતેહવાડીના મહંમદઅલી આઇ. બુખારી (31) હોવાનું બહાર આવ્યું હતું. તેમની પાસેથી પોલીસે કુલ આઠ આરસી બુક કબ્જે કરી હતી તે સિવાય ડેકીમાંથી બે આરટીઓ નંબરપ્લેટ મળી આવી હતી.

પોલીસે તેમની વધુ પૂછપરછ કરતા ઇમરાને કહ્યું હતું કે, ડીલરો પોતાનો બેન્ક પાસેી હરાજી દ્વારા મેળવેલી કાર કે જેની આરસી બુક ગ્રાહક, બેન્ક કે ફાયનાન્સ કંપની તરફથી મળી શકતી નથી. આથી બેન્ક કે ફાયનાન્સ કંપનીએ જે વાહન જમા લીધા હોય તેના મૂળ માલિકના નામની ડુપ્લીકેટ આરસી બુક મેળવવી પડે છે.

ડીલરો આવા પ્રકારના વાહનના રજીસ્ટ્રેન નંબર, એન્જીન નંબર અને ચેસિસ નંબરની માહિતી પોતાને આપે છે, એમ ઇમરાને પોલીસને કહ્યું હતું. બાદમાં ઇમરાને અગાઉથી રાખી મુકેલી વિવિધ ગ્રાહકોના વાહનોની એચપી કેન્સલ કરાવવા માટે આપેલી આરસી બુક તથા ડીલરે આપેલો રજીસ્ટ્રેશન નંબર, એન્જીન નંબર અને ચેસિસ નંબરની માહિતી અન્ય આરોપી મહંમદઅલીને આપતો હતો.

Tags :
Two-caughtmaking-fake-RC-book

Google News
Google News