સોનુ ખરીદવા માટે વેપારી પાસેથી રૂા. 3.55 કરોડ લઈને છેતરપિંડી

- હું સટોડિયો છું, મારા ગેંગસ્ટરો સાથે નજીકના સંબંધો છે કહી ધમકી આપી

- સસ્તા ભાવે ગોલ્ડ આપવાનું કહી મીઠાખળીના વેપારીને છેતરી દોઢ કરોડની કાર પણ લઈ લીધી

Updated: Oct 29th, 2020


Google NewsGoogle News
સોનુ ખરીદવા માટે વેપારી પાસેથી રૂા. 3.55 કરોડ લઈને છેતરપિંડી 1 - image


છ શખ્સો સામે ગુનો દાખલ

અમદાવાદ, તા. 29 ઓક્ટોબર, 2020, ગુરૂવાર

મીઠાખલીમાં રહેતા અને કેમિકલ ટ્રેડીંગનો વ્યવસાય કરતા વેપારીને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી તેની પાસેથી રાજકોટના ચાર શખ્સો મળીને છ શખ્સોએ 3.55 કરોડ લઈને છેતરપિંડી કરી હતી. તે સિવાય વેપારીની દોઢ કરોડની પોર્શે કયાન કાર પણ લઈ લીધી હતી. આ અંગે ક્રાઈમ બ્રાંચે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચે શૈવલ એસ.પરીખની ફરિયાદને આધારે સેટેલાઈટમાં હીરાકુવર સોસાયટીમાં રહેતા મિતુલ ઉર્ફે મીત ડી.જેઠવા, રાજકોટના ગુંદીવાડાના રાકેશ પી.રાજદેવ, રાજકોટના શ્રધ્ધા સ્ગ્સલેન્ડ પાર્કમાં રહેતા વિજય ગોબરભાઈ તંતી, રાજકોડ મોચીનગર-1માં રહેતા ફારૂક વાય. દલવાણી, રાજકોટમાં ગુરૂકૃપા બંગ્લોઝમાં રહેતા અભિષેક ઉર્ફે કાનો એચ. અઢીયા અને મુન્નો નામના શખ્સ વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી.

મીઠાખલીમાં પ્રવિણકુંજ કલ્યાણ સોસાયટીમાં રહેતા શૈવલ પરીખ એસ.જી.હાઈવે પર મોડીયલ હાઈટ્સમાં કેમીકલ ટ્રેડીંગનો વ્યવસાય કરે છે. ત્રણ વર્ષ અગાઉ તે દુબઈ ફરવા ગયા ત્યારે દુબઈમાં તેમની ઓળખાણ રાજકોટના રાકેશ રાજદેવ સાથે થઈ હતી જેમાં તેમની વચ્ચે ધંધાની વાતચીત થતા રાકેશે તમારે ગોલ્ડનું ટ્રેડીંગ કરવું હોય તો કહેજો હું તમને સસ્તા ભાવે હોલડ અપાવીશ અને રાજકોટમાં મારી યુનિવર્સલ મેટકોમ નામની કંપની છે, એમ કહ્યું હતું. બાદમાં રાકેશ શૈવલની અમદાવાની ઓફિસે આવતો હતો અને તેના મિત્ર મિતુલ જેઠવા સાથે શૈવલભાઈની ઓળખ કરાવી હતી.

જાન્યુઆરી 2020માં મિતુલ શૈવલભાઈની ઓફિસે આવ્યો હતો અને હાલમાં ગોલ્ડમાં મંદી છે તમે રાકેશભાઈની કંપનીંમાંથી ગોલ્ડ મોટી ક્વોન્ટીટીમાં ખરીદી લો અને ટ્રેડીંગ કરો, એમ કહ્યું હતું. બાદમાં મિતુલે સસ્તા ભાવે ગોલ્ડ આપવાનું કહીને શૈવલભાઈને વોટ્સએપ કોલીંગ દ્વારા રાકેશ રાજદેવ સાથે વાત કરાવી હતા. રાકેશે પાંચ લાખનું ગોલ્ડ ખરીદવા કહેતા શૈવલભાઈે તેમની પાસે સાડા ત્રણ કરોડ હોવાનું કહ્યું હતું.

આથી મિતુંલે  તેના મુન્ના નામના માણસ સાથે શૈવલભાઈની વાત કરાવી હતી. ત્યારબાદ શૈવલભાઈએ આરટીએસથી યુનિવર્સલ મેટકોમ કંપનીને રૂ.3,55,00,000 ચુકવ્યા હતા. તેમણે બે ત્રણ દિવસ બાદ જેઠવાનો સંપર્ક કરતા તેણે બે ત્રણ દિવસમાં ડિલીવરી મળી જશે, એવી ખાતરી આપી હતી. ડેઠવાએ શૈવલભાઈને ઈમેલથી ગોલ્ડ અને સિલ્વરના બિલો મોકલતા શૈવલભાઈએ ચાંદીની ખરીદી કરી ન હોવાનું કહ્યું હતું.

તેમણે જેઠવાને ફોન કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગોલ્ડની ડીલીવરી ભલી જજો અને રૂપિયા પણ પરત નહી મળે, હવે ઉઘરાણી કરશો તો હાથપગ તોડી નાખીશું અમે કેટલા પહોંચેલા છીએ ? તમારા ઘરના સભ્યોને પણ મારી નંખાવીશું, એવી ધમકી આપી હતી. દરમિયાન રાકેશ રાજડેવે શૈવલભાઈની ઓફિસે જઈને એકાદ અઠવાડીયામાં ગોલ્ડની ડીલીવરી કરાવી દેશે કહીને શૈવલભાઈની પોર્શે કયાન અઠવાડીયા માટે લીધી હતી. 

જોકે શૈવલભાઈને ગોલડ ન મળતા તે તેમણે તેમના મિત્રો સાથે આરોપીઓ સાથે બોપલ અને ભાવનગરમાં મિટીંગો પણ કરી હતી. તેમઠતા આરોપીઓએ ગોલ્ડ કે નાણાં પરત ન કરી તથા કાર પચાવી પાડી છેતરપિંડી કરી હતી. ફરિયાદ થતા રાકેશે શૈવલભાઈને ફોન કરીને ફરિયાદ કેમ કરી? તુ મને ઓળખતો નથી.  હું સટોડીયો છું મારે ગેંગસ્ટરો સાથે નજીકના સંબંધો છે, તને ક્યાંયનો નહી રહેવા દઉં કહીને ધમકી આપી હતી.

શાહીબાગમાં બનેલી ઘટના

સોનાના સિક્કાની લાલચ આપી નિવૃત જવાન સાથે છ લાખની ઠગાઈ

મહિલા સહિત 3  શખ્સોએ ખોદકામ દરમિયાન સોનાના સિક્કા ભરેલો ઘડો મળ્યો છેે કહી નકલી સિક્કા પધરાવ્યા

અમદાવાદ, તા. 29 ઓક્ટોબર, 2020, ગુરૂવાર

લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે મરતા નથી. આવા એક બનાવમાં આર્મીના નિવૃત જવાનને સોનાના સિક્કા આપવાનું કહીને નકલી સિક્કા પધરાવી 6 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે શાહીબાગ પોલીસે મહિલા સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ચાંદખેડામાં આતીસ્ય રેસીડેન્સીમાં રહેતા અને 2011માં ઈન્ડીયન આર્મીમાંથી નિવૃત થયેલા ચંદ્રપ્રકાશ આર.ટાંક(59)કોટેશ્વર રોડ પર કિરાણાની ભાડાની દુકાન ધરાવે છે.20 ઓક્ટોબરના રોજ તે દુકાને પત્ની સાથે બેઠા હતા ત્યારે બે શખ્સોએ આવીને કરિયાણાનો સામાન ખરીદીને ખોદકામ દરમિયાન તેમને સોના ચાંદીના સિક્કા ભરેલો ઘડો મળ્યો છે, એમ કહ્યું હતું. તમારે ખરીદવા હોય તો કહેજો કહીને ચંદ્રપ્રકાશનો મોબાઈલ નંબર લઈને બન્ને શખ્સો રવાના થઈ ગયા હતા. 

બાદમાં આ શખ્સોએ ચંદ્રપ્રકાશને બોલાવતા તે તેમની પત્ની સાથે સિવિલ હોસ્પિટલ પાસે ગયા હતા. જ્યાં એક મહિલા અને પુરૂષ તેમને મળ્યા હતા અને સોનાનો સિક્કો આપી ચેક કરી લેવા કહીને જતા રહ્યા હતા. ચંદ્રપ્રકાશે તેમના ઓળખીતા જ્વેલર્સને બતાવતા તેણે સોનાનો સિક્કો અસલી હોવાનું કહ્યું હતું. 

23 ઓક્ટોબરે ફરીથી આ શખ્સો ચંદ્રપ્રકાશને મળ્યા હતા અને સિક્કો પરત લઈને 26ઓક્ટોબરના રોજ સિવિલ હોસ્પિટલ પાસે છ લાખ લઈને આવવા કહ્યું હતું.  આથી ચંદ્રપ્રકાશ છ લાખ લઈને પહોંચ્યા હતા અને આ શખ્સોને 6 લાખ આપતા તેમની સાથેની મહિલાએ કપડુ બાંધેલી થેલી આપીને તેમાં સોનાના સિક્કા હોવાનું કહીને રવાના થઈ ગયા હતા. ચંદ્રપ્રકાશે જ્વેલર્સને સિક્કા બતાવતા તે નકલી હોવાનું જણાયું હતું. જેને પગલે તેમણે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. 


Google NewsGoogle News