Get The App

વસ્ત્રાપુર રેલવે સ્ટેશને ટિકિટ રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરાયું

- સોમવારથી શનિવાર સુધી સવારે ૮ થી રાતના ૮ વાગ્યા સુધી તે ખુલ્લુ રહેશે

- રવિવારે બપોરના ૨ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે

Updated: Jun 8th, 2022


Google NewsGoogle News

અમદાવાદ,તા.08 જુન 2022, બુધવારવસ્ત્રાપુર રેલવે સ્ટેશને ટિકિટ રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરાયું 1 - image

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પર રેલવેની ટિકિટ રિઝર્વેશન કાઉન્ટર પૂનઃ શરૂ કરવામાં આવ્યું છે. સોમવારથી શનિવાર સુધી સવારે ૮ થી રાતના ૮ વાગ્યા સુધી  તે ખુલ્લુ રહેશે.

રવિવારે બપોરના ૨ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. નોંધપાત્ર છેકે બોટાદ-ગાંધીધામ રેલવે લાઇનના ગેજ પરિવર્તનના કામને લઇને આ રિઝર્વેશન સેન્ટર બંધ કરાયું હતું. 



Google NewsGoogle News