Get The App

ખોખરામાં મહિલાના મકાનમાં ૧ લાખ રોકડ સહિત રૃા.૨.૮૦ લાખની મુદ્દામાલની ચોરી

નવરાત્રી પર્વમાં પૂર્વમાં લૂટારુ અને તસ્કર ટોળકીએ તરખાટ મચાવ્યો

કોઇ જાણભેદુએ મકાનમાં ચોરી કરી હોવાની આશંકા

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
ખોખરામાં મહિલાના મકાનમાં ૧ લાખ રોકડ સહિત  રૃા.૨.૮૦ લાખની મુદ્દામાલની ચોરી 1 - image

અમદાવાદ, રવિવાર 

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસના જડબેસલાક બંદોબસ્ત અને પેટ્રોલીંગના દાવા વચ્ચે લૂટારુ અને તસ્કર ટોળકીને નવરાત્રીના પર્વના લાભ ઉઠાવીને લૂંટ અને ચોરીના બનાવોને અંજામો આપ્યા હતા. ખોખરામાં મધરાતે મહિલાના મકાનના તાળાં તોડીને અંદર પ્રવેશીને રોકડા રૃપિયા ૧ લાખ અને સોનાના દાગીના સહિત કુલ રૃા. ૨.૮૦ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ જાણભેદુ હોવાની શંકા સેવાઇ રહી છે.

 મહિલા એકવાયું જીવન જીવતા હોવાથી નજીકમાં ભાઇના ઘરે આશરો લઇ રહ્યા હતા ઃ કોઇ જાણભેદુએ મકાનમાં ચોરી કરી હોવાની આશંકા

ખોખરા ષિકેશનગરમાં રહેતી મહિલા એકલા હતા માટે મોટા ભાગે તેમના મકાનની સામે રહેતા તેમના ભાઈના ઘરે જ રહે છે. તા.૧૦ના રોજ રાતના સમયે તેઓ મકાનને તાળું મારીને ભાઈના ઘરે ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે તેમના ભાઇ પાણી ભરવા માટે ઉઠયા ત્યારે મકાનના દરવાજાનું તાળુ તુટેલુ હતુ. જેથી અંદર જઈને તપાસ કરી ત્યારે  સર સામાન વેરવિખેર હાલતમાં તથા તિજોરીમાં મુકેલ સોના દાગીના  તથા રોકડ રૃ.૧ લાખ મળી કુલ રૃ.૨.૮૦ લાખની મતાન ન હતી. 

જેથી કોઈ અજાણ્યો વ્યક્તિ મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરી ગયો હોવાનું સામે આવ્યું હતુ. જેથી ેખોખરા પોલીસે ચોરીનો ગુનો નોંધીને સોેસાયટીની આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ જાણભેદુ હોવાની શંકા સેવાઇ રહી છે.


Google NewsGoogle News