દાણીલીમડામાં લાઇટનું કામ અધુરુ છોડવા બાબતે યુવકને છરીના ઘા માર્યા

તેં મારા ભાઇના ત્યાં લાઇટનું કામ કેમ આધુરુ રાખ્યું કહીને હુમલો

દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
દાણીલીમડામાં લાઇટનું કામ અધુરુ છોડવા બાબતે યુવકને છરીના ઘા માર્યા 1 - image

અમદાવાદ, રવિવાર

દાણીલીમડામાં તેં મારા મોટા ભાઇના ત્યાં લાઇટનું કામ કેમ આધુરુ રાખ્યું  હતું. કહીને આરોપીએ આવીને ઘરમાં ઘૂસીને યુવકને છરીના ઘા મારીને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. હાલમાં યુવક સારવાર હેઠળ છે, દાણીલીમડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગંભીર હાલતમાં યુવક એલ.જી.હોસ્પિટલમાં આઇસીયુંમાં સારવાર હેઠળ ઃ દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

દાણીલીમડામાં રહેતા યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં શાહઆલમ ખાતે રહેતા સમીર સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ આરોપીના ભાઇ ત્યાં અગાઉ લાઇટનું કામ કરતો હતો તે સમયે બંને વચ્ચે ઝઘડો થતા ફરિયાદીએ કામ અધુરુ છોડીને દીધું હતું.

જેની અદાવત રાખીને તા.૪ના રોજ આરોપી ઘરે હતો અને તેં મારા મોટા ભાઇના ત્યાં લાઇટનું  કામ કેમ અધુરુ છોડયુ હતું તેમ કહીને ગાળો બોલીને ઝઘડો કર્યા બાદ ફરિયાદી યુવકને છરીના બે ઘા મારી લોહી લુહાણ કરી દીધો હતો. બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા આરોપી ત્યાંથી નાસી ગયો હતો બીજીતરફ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં લઇ દાખલ કરવામાં આવ્યો હતો.



Google NewsGoogle News