પ્રેમ પ્રરણમાં સિવિલ હોસ્પિટલના ઝાંપે યુવકને છરી,ધરિયાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

હુમલો કરતા પત્નીના પ્રેમીને દવાખાને લાવ્યા ઃ મદદ કરનારા મિત્રની હત્યા કરી

યુવક ચા લઇને આવ્યો ત્યારે આરોપીઓ ઘાતક હથિયારોથી હુમલો કર્યો

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
પ્રેમ પ્રરણમાં સિવિલ હોસ્પિટલના ઝાંપે યુવકને છરી,ધરિયાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો 1 - image

, રવિવાર

અસારવા સિવિલ હોસ્પિલના ઝાંપા પાસે ગઇકાલે મધરાતે પ્રેમ પ્રકરણમાં મારા મારી થઇ હતી. જેમાં આરોપીની પત્ની સાથે પ્રેમ સંબંધ રાખનારા યુવક ઉપર હુમલો કરતા તેને સારવાર માટે સિવિલમાં લાવવામાં આવ્યો હતો આ સમયે ઘાયલ યુવકની મદદે આવેલા તેના મિત્રને આરોપીઓએ છરી ધારિયાના ઘા મારીને હત્યા કરી હતી. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે  ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવક ચા લઇને આવ્યો ત્યારે આરોપીઓ ઘાતક હથિયારોથી હુમલો કર્યો ઃ મિત્રો ભાગવા જતા મૃતકના પગ ઉપર કાર ચઢી ગઇ ઃ સારવાર દરમિયાન યુવકનું મોત

કૃષ્ણનગરમાં બજરંગ આશ્રમ પાસે રહેતા યુવકે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં મેઘાણીનગરમાં રહેતા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના મિત્રને આરોપીની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો જેની અદાવત રાખીને આરોપીએ તેના ઉપર હુમલો કર્યો હતો. તે ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જેથી ફરિયાદી અને તેના અન્ય મિત્રો પણ હોસ્પિટલમાં તેની મદદે આવ્યા હતા.

જ્યાં રાત્રે ૩ વાગે ફરિયાદી મિત્ર મુકેશ સહિત ચાર જણા કારમાં સિવિલ આવ્યા હતા મુકેશ ચા લેવા ગયો હતો બીજા મિત્રો કારમાં બેઠેલા હતા. આ સમયે આરોપી ત્યાં આવ્યો હતો અને મુકેશને રોકીને આરોપીએ કહ્યું કે તું આકાશના બહુ સેવા કરે છે તેને આજે જીવતો છોડવો નથી તેમ કહીને તેને છરી અને ધારિયાના ઘા મારીને લોહી લુહાણ કરી મૂક્યો હતો આ સમયે ફરિયાદી અને તેમના મિત્રો ભગવા ગયા ત્યારે ગંભીર રીતે ઘાયલ યુવકના પગ ઉપરથી કાર ચઢી ગઇ હતી. જો કે ગંભીર યુવકને સારવાર માટે સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં આજે સવારે મોત થયું હતું.


Google NewsGoogle News