શતાબ્દી ટ્રેનના વિસ્ટાડોમ કોચમાં 12 મુસાફરોએ મુસાફરી માણી
- ગાંધીનગર-મુંબઇ સેન્ટ્રલમાં સોમવારથી નવો કોચ જોડાયો
- સામાન્ય કોચ કરતા મુસાફરીનો અલગ અનુભવ આપતા કોચનું આકર્ષણ વધ્યું
અમદાવાદ,તા.11 એપ્રિલ 2022, સોમવાર
ગાંધીનગર-મુંબઇ સેન્ટ્રલમાં આજે સોમવારે ૧૧ એપ્રિલથી વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યો છે. મહત્તમ કાચના આવરણથી સજેલા આ કોચમાં ૧૨ મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો હતો. સામાન્ય કોચ કરતા અલગ કોચ, બારીઓ અને છત પણ કાચની હોવાથી મુસાફરી દરમિયાન પ્રાકૃતિક સૌંદર્ય જોવાનો એક અલગ લહાવો આ કોચમાં મળે છે.
સોમવારે શતાબ્દી ટ્રેનમાં હંગામી ધોરણે જોડાયેલા વિસ્ટાડોમ કોચમાં ૧૨ મુસાફરોએ મુસાફરી કરીને ટ્રેનની એક અલગ મુસાફરીનો મજા માણી હતી. રૂટીન કોચ કરતા અલગ કરી શકાય તેવા કાચની મોટી બારીઓ , કાચની છત, ગોળાકાર ફરી શકતી સીટો અને કોચમાં આરામદાયક મુસાફરી સાથે આજુબાજુના કુદરતી નજારાઓ, આકાશી દ્રશ્યો જોવાની મજા મુસાફરોએ માણી હતી.
૪૪ સીટ વાળા આ કોચમાં પ્રથમ દિવસે ૧૨ મુસાફરોએ મુસાફરી કરી હતી. આગામી સમયમાં વધુ લોકો મુસાફરી કરશે તેવી આશા રેલવે તંત્ર રાખી રહ્યું છે. જોકે આ કોચનું ભાડુ વધારે હોવાથી ગરીબ અને મધ્યમવર્ગ