મેઘાણીનગરમાં તલવાર,ધારિયા સાથે શખ્સોનો વિડીયો વાયરલ

ધાક જમાવા ભાર્ગવ રોડ ઉપર હથિયારો સાથે ફરીને આતંક મચાવતા હતા

--પોલીસે બે આરોપીની ધરપકડ કરી

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
મેઘાણીનગરમાં તલવાર,ધારિયા સાથે  શખ્સોનો વિડીયો વાયરલ 1 - image

,શનિવાર

મેઘાણીનગર વિસ્તારમાં જાહેર રોડ ઉપર છ થી સાત શખ્સો હાથમાં ખુલ્લી તલવાર,ધારિયા, ખંજર અને દંડા લઈને આતંક મચાવી રહ્યા હોય અને લોકોને ડરાવતા હોય તેવો વિડિયો બનાવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઇ હતી.  મેઘાણીનગર પોલીસે વિડીયોના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે  એક આરોપીની હત્યા થઇ હોવાની જાણ થતા વિડીયો વર્ષ જૂનો હોવાનું બહાર આવ્યું છે.

વિડિયોની તપાસ કરતાં વર્ષ પહેલા એક શખ્સની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું ઃ પોલીસે બે આરોપીની ધરપકડ કરી

મેઘાણીનગરના ભાર્ગવ રોડ ઉપર છ શખ્સો હાથમા ખુલ્લી તલવારો ધારિયા ,ખંજર અને દંડા સાથે રાખીને ચાલતા જઈ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવ્યું હતું. ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથિયારથી સજ્જ થઈ જાહેરમાં લોકોને દેખાય તે રીતે આ શખ્સો ચાલતા ચાલતા નીકળ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ દોડતી થઇ હતી.

 ભાગર્વ રોડ ઉપર હાથમાં તલવાર, ધારિયા સાથે શખ્સો ફરતા હોવાના આ વિડિયોની તપાસ કરતા વિડીયોમાં દેખાતા એક શખ્સની વર્ષ પહેલા હત્યા થઈ હોવાની ખબર પડી હતી જેને લઇને વિડિયો વર્ષ જુનો હોવાનું સામે આવ્યું હતુ.  જો કે  વિડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કરીને મેઘાણીનગર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News