Get The App

એસઆરપી જવાન બે કાર સેલ્ફ ડ્રાઇવ માટે ચલાવવા લઇ ગયા પછી પરત આપી નહી

નડિયાદ એસ.આર.પી ગ્રુપમાં કરતા હોવાનું આઇકાર્ડ બતાવી કાર મેળવી હતી

રૃા.૧૧.૫૦ લાખની બે કાર પરત આપી નહી અને ગાડીમાંથી જીપીએસ પણ કાઢી લીધું

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
એસઆરપી જવાન બે કાર  સેલ્ફ ડ્રાઇવ માટે ચલાવવા લઇ ગયા પછી પરત આપી નહી 1 - image

અમદાવાદ, શનિવાર

વાલમાં રહેતા યુવકે એપ્લીકેશન પર બે કાર સેલ્ફ ડ્રાઇવિંગ માટે મૂકી હતી. જેમાં ત્રણ મહિના અગાઉ નડીયાદ એસ.આર.પી ગ્રુપમાં રહેતા શખ્સે દસ દિવસ માટે ભાડે ગાડી લઇ ગયો હતો. અને તેનો મિત્ર પણ બીજી ગાડી ભાડે લઇ ગયો હતો. પરંતુ બંને શખ્સોએ ગાડી પરત આપી ન હતી અને ગાડીમાંથી જીપીએસ પણ કાઢી લીધુ હતંુ. આ બનાવ અંગે રામોલ પોલીસે છેતરપિંડનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રૃા.૧૧.૫૦ લાખની બે કાર પરત આપી નહી અને ગાડીમાંથી જીપીએસ પણ કાઢી લીધું હતું ઃ રામોલ પોલીસ બે સામે ગુનો નોંધ્યો

વસ્ત્રાલમાં રહેતા અને સીલાઇકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે એ રામોલ પોલીસ સ્ટેશનમાં  નડિયાદ ખાતે રહેતા  આરોપી સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ રૃા. ૧૧.૫૦ લાખમાં  બે કાર ખરીદી હતી આ બંને કાર ઝુમ એપ્લીકેશનમાં સેલ્ફ ડ્રાઇવિંગ માટે મૂકી હતી. જેમાં ત્રણ મહિના અગાઉ બે મિત્રઓ તેમનો સંપર્ક કર્યો હતો અને  પોતે નડિયાદ ખાતે એસ.આર.પીમાં નોકરી કરતા હોવાનું કહી કાઇકાર્ડ બતાવીન બે દિવસ માટે ગાડીઓ લઇ ગયા હતા અને પાછી આપી દીધી હતી. એમ બે વખત ગાડીઓ લઇ ગયા પછી પરત  આપીને વિશ્વાસ સંપન્ન કર્યો હતો. ત્યારબાદ  ઓક્ટોમ્બર મહિનામાં  આરોપીએ ફરીથી દસ દિવસ માટે ગાડીઓ લઇ ગયા હતા. અને દિવસો પુરા થઇ ગયા હોવા છતાં પાછી આપી નહોતી. 

જેથી ફરિયાદીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે ગાડીઓમાં લગાવેલ જીપીએસસી ચેક કરતા દ્વારા એક ગાડી લીમડી હતી અને બીજી ગાડી રાજકોટમાં હોવાનું જાણવા મળ્યું હતું જેથી ગાડી લેવા માટે લીમડી પહોચ્યા ત્યારે ફરિયાદીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા મદદે આવેલી પોલીસે એક ગાડી અપાવી હતી. પરંતું હાલ લીમડી પોલીસ સ્ટેશનમાં ગાડી કબ્જે રાખવામાં આવી છે. ત્યારે રાજકોટમાં લોકેટ થયેલી ગાડીની શોધખોળ કરતા ગાડી મળી આવી નહોતી. આ તમામ બાબતોની જાણ થતા તેણે ગાડીમાં રહેલું જીપીએસ કાઢી નાંખ્યું હતું. જેથી અવાનવાર ફોન કરવા છતાં ગાડીઓ પરત આપતો ન હતો. આ બનાવ અંગે રામોલ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સી.આર.રાણાના જણાવ્યા મુજબ આરોપી એસ.આર.પી ગૃપમાંથી સસ્પેન્ડ થયેલા છે.


Google NewsGoogle News