અમદાવાદના કાંકરીયા લેકફ્રન્ટમાં ૨.૩૭ લાખ મુલાકાતીઓ ઉમટી પડયાં
રજાની મજા માણવા છ દિવસમાં લોકોનો ધસારો
ઝૂ કોમ્પલેક્ષમાં ૧.૪૨ લાખ મુલાકાતી પહોંચતા ૪૯ લાખથી વધુની આવક
અમદાવાદ,મંગળવાર,9 નવેમ્બર,2021
દિવાળી પર્વ દરમ્યાન મળેલી રજાની મજા માણવા કાંકરીયા
લેકફ્રન્ટ ખાતે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.છ દિવસમાં ૨.૩૭ લાખથી વધુ
મુલાકાતીઓ ઉમટી પડયા હતા.ઝૂ કોમ્પલેક્ષમાં
આવેલા ઝૂ,નોકટરનલ
ઝૂ,બાલવાટીકા સહિતના
સ્થળ ખાતે આ દિવસ દરમ્યાન ૧.૪૨ લાખથી મુલાકાતીઓ પહોંચતા ૪૯ લાખથી વધુની આવક થવા
પામી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ,કોરોના મહામારીને કારણે લાંબા સમય સુધી બંધ રાખવામાં આવેલા
કાંકરીયા લેકફ્રન્ટ ખાતે આ વર્ષે કેસ ઘટતા ફરી એક વખત મુલાકાતીઓ મોટી સંખ્યામાં
પહોંચતા અગાઉની જેમ રોનક જોવા મળી હતી.ત્રણ નવેમ્બરથી આઠ નવેમ્બર સુધીના
સમયમાં ઝૂ ઉપરાંત નોકટરનલ ઝૂ, બાલવાટીકા,બટરફલાય પાર્ક
ખાતે ૧,૪૨,૮૬૧ જેટલા
મુલાકાતીઓએ મુલાકાત લેતા ઝૂ કોમ્પલેક્ષ
ખાતે ૪૯,૨૧,૪૪૦
જેટલી આવક થવા પામી હતી.ઝૂ સુપ્રિટેન્ડન્ટ ડોકટર આર.કે.શાહૂના કહેવા પ્રમાણે,દિવાળીની રજાઓને
ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ૧૫ નવેમ્બર સુધી આવતા સોમવારના દિવસે
પણ કાંકરીયા લેકફ્રન્ટ મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
લેકફ્રન્ટ પરીસર ખાતે બેસતા વર્ષના દિવસે ૫૩૬૦૯ મુલાકાતીઓ
પહોંચ્યા હતા.ભાઈબીજના દિવસે ૬૩૨૬૪ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.રવિવારે ૭૧૧૮૪
જયારે સોમવારે ૩૩૨૫૭ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.નોકટરનલ ઝૂ ખાતે શનિવારે ૨૮ હજાર
અને રવિવારે ૩૧ હજારથી વધુ મુલાકાતીઓએ નોકટરનલ ઝૂ નિહાળ્યુ હતું.