વટવામાં લગ્નની લાલચ આપીને સગીરા સાથે પડેશી યુવકે અવાર નવાર દુષ્કર્મ આચર્યું
લગ્ન કરવાની ના પાડતા સગીરા ગુમસુમ રહેતા પરિવારે પૂછતાં કૂકર્મની ખબર પડી
પોલીસે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ, બુધવાર
વટવામાં સગીરાને લગ્નની લાલચ આપીને પડોશી યુવકે પ્રેમજાળમાં ફસાવીને વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી સગીરા ઘરમાં સૂનમૂન રહેતા માતાએ પૂછપરછ કરતા હકીકત જણાવી હતી. આ અંગે સગીરાની માતાએ ફરિયાદ કરતા વટવા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરીને દિલ્હી લઇ જઇ સંબંધી ઘરે દુષ્કર્મ કર્યું સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
વટવામાં ચાર માળિયા મકાનમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની ૧૬ વર્ષની સગીર દિકરીને તેમના જ બ્લોકમાં રહેતા યુવક સાથે પરિચય થયો હતો બાદમાં સગીરા ઘરે એકલી હોય તે સમયે યુવક આવતો હતો. જેથી સગીરાને તેની સાથે મિત્રતા થઇ હતી. ત્યારબાદ યુવકે સગીરાને લગ્નની લાલચ આપી હતી અને બ્લોકના ધાબા પર લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું તેમજ સગીરાને લાલ દરવાજા પાસે આવેલ હોટલમાં લઇ જઇને પણ દુષ્કર્મ આચર્યું હતું.
એટલું જ નહી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને સગીરાનું અપહરણ કરીને દિલ્હી સંબંધીના ઘરે લઇ જઇને ત્યાં પણ બે વખત દુષ્કર્મ આચર્યું હતું આમ યુવકે સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરીને સગીરાને પરત ઘરે મૂકી ગયો હતો અને લગ્ન કરવાની ના પાડી દીધી હતી જેથી સગીરા સૂનમૂન રહેતી હતી જેથી માતાએ પૂછતાછ કરતા હકીકત જણાવી હતી. આ ઘટના અંગે વટવા પોલીસે પોક્સો અપહરણ સહીતની કલમ હેઠળ ગુનો નોેંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી શરુ કરી છે.