જુહાપુરામાં ગેરકાયદે દુકાનો તોડી પડાઈ

પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરાઈ

Updated: Oct 28th, 2021


Google NewsGoogle News
જુહાપુરામાં ગેરકાયદે દુકાનો તોડી પડાઈ 1 - image


અમદાવાદ,ગુરુવાર,28 ઓકટોબર,2021

દક્ષિણ-પશ્ચિમ ઝોના મકતમપુરા વોર્ડમાં આવેલા જુહાપુરા વિસ્તારમાં ગુરૃવારે એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધવામાં આવેલી બે દુકાનો તોડી પાડવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ,મ્યુનિ.ના એસ્ટેટ વિભાગે જુહાપુરામાં ટી.પી.સ્કીમ. નંબર-૯૩-બી ના ફાયનલ પ્લોટ નંબર-૯-૨, મેમણ હોલ રોડ ઉપર આવેલી આમિર પાર્ક સોસાયટી પાસે ૧૩૫ ચોરસ ફૂટ જગ્યામાં બાંધવામાં આવેલી બે દુકાનોના બાંધકામ પોલીસ બંદોબસ્ત સાથે દુર કરાયુ છે.


Google NewsGoogle News